GUJARATMORBIWANKANER

વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલમાં જાદુનો શોનો લાભ લેતા પ્રાથમિક શાળાના 450 વિદ્યાર્થીઓ

વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલમાં જાદુનો શોનો લાભ લેતા પ્રાથમિક શાળાના 450 વિદ્યાર્થીઓ

 


આરીફ દીવાન વાંકાનેર
વાંકાનેરની શ્રી અમરસિંહજી હાઈસ્કૂલમાં જાદુગરના ભવ્ય શો નું દાતાશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યું. શાળાના બાળકોમાં શિક્ષણની સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય તે માટે ધોરણ એક થી આઠના બાળકો માટે વાંકાનેરની અમરસિંહ હાઇસ્કુલ ખાતે શ્રી અંકુર પ્રાથમિક શાળા શ્રી શક્તિ પરા પ્રાથમિક શાળા, શ્રી અમરસિંહ પ્રાથમિક શાળાઓના આશરે 450 બાળકોને જાદુનો ખેલ બતાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યક્રમના આયોજક છબીલદાસ દોશી પરિવાર તેમજ બીપીનભાઈ દોશી, સોલંકી સાહેબ, જીતેન્દ્રભાઈ ગોસ્વામી, ગુલામનબીભાઈ વગેરે દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમ સફળ બન્યો હતો. આ કાર્યક્રમમાં બાળકો ઉત્સાહ સાથે કાર્યક્રમનો આનંદ માણવા માટે આવ્યા હતા તેમના ચહેરા પરથી તેમનો આનંદ સ્પષ્ટ જોઈ શકાતો હતો. જાદુગર ઉમેશભાઇ દ્વારા જુદા જુદા ખેલ બતાવવામાં આવ્યા હતા જેમાં બાળકોને ખૂબ જ મજા આવી હતી. આ કાર્યક્રમ ખરેખર ખુબ જ સફળ રહ્યો હતો. આ કાર્યક્રમના આયોજન માટે કાર્યક્રમના દાતાશ્રીને અભિનંદન આપવા ઘટે.

[wptube id="1252022"]
Back to top button