મોરબી શહેરમાં વોર્ડ નં -૪ માં ઉડીને આંખે વળગતી હરીભાઇ રાતડીયા ની લોકો ની કામગીરી

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીનાં સો-ઓરડી વિસ્તારમાં રહેતા હરિભાઈ રાતડીયા એટલે કે જે તેમનો વોર્ડ નંબર-૪ આવે છે અને આ વિસ્તારમાં તેઓ સતત લોકોની વચ્ચે રહેતા હોય લોકોને જીભે હરિભાઈ નું નામ અનેક વાર સાંભળવા મળ્યું છે. અને કોઈ પણ સરકારી ઓફિસનુ કે અન્ય કોઈપણ કામ હોય તો તે તેમની બુદ્ધિ અને આગવી શૈલીમાં કામગીરી કરાવી ને લોકોના પ્રશ્નો ઉકેલે છે. જેના કારણે આજે નાનામાં નાનો માણસ હરિભાઈ ને ઓળખવા લાગ્યો છે અને જેમણે બે દિવસ પહેલાં જ હાલ લોકોને પડતી આધાર કાર્ડ કઢાવવાની મુશ્કેલી જાણ્યા પછી તેમણે સો ઓરડી વિસ્તારમાં આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ કઢાવવા અંગેનો કેમ્પ રાખ્યો હતો તેમજ ઘરે પહોંચીને આયુષ્યમાન કાર્ડ કઢાવવાની સુંદર કામગીરી કરી હતી. રામેશ્વર મહાદેવ મંદિરમાં આધારકાર્ડ તેમજ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં ખૂબ જ જહેમત ઉઠાવી હતી. અને એક સમાજ સેવાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કેમ કે તેમની આ દોડધામમાં કે લોકોના કામ કરવામાં પોતાના ખર્ચે દોડધામ કરે છે એટલે લોકોના જીભ પર તેમનું નામ છે. આ બાબતે હરિભાઈ રાતડીયા નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે લોકો નો કોઈ અવાજ સંભળાતો નથી ત્યારે લોકો મારી પાસે આવે છે અને મારી આગવી શૈલીમાં લોકોના કામ કરું છું. તેથી લોકો મારી પાસે આવતા હોય છે એમાં કોઈ આર્થિક અપેક્ષા હોતી રાખતો નથી.






