GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI:મોરબી જિલ્લા અનુસુચિત જાતિ સમાજ દ્વારા ટંકારા ના પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ કલેકટરને આવેદનપત્ર

મોરબી જિલ્લા અનુસુચિત જાતિ સમાજ દ્વારા ટંકારા ના પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ કલેકટરને આવેદનપત્ર

ટંકારાના માજી ધારાસભ્ય લલિત કગથરાએ તાજેતરમાં એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરી ઝૂલતાપૂલની દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલના સમર્થનમાં નિવેદન આપ્યું છે જેમાં જયસુખ પટેલને નિર્દોષ સાબિત કરવાની કોશિશ કરી છે ટંકારાના માજી ધારાસભ્ય અને કોંગ્રેસ આગેવાન વિરુદ્ધ ગુન્હો દાખલ કરવાની માંગ સાથે મોરબી જીલ્લા અનુસુચિત જાતી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે ટંકારા વિધાનસભા વિસ્તારના માજી ધારાસભ્ય લલિત કગથરા દ્વારા મીડિયામાં ઝુલતા પુલ દુર્ઘટના મામલે મુખ્ય આરોપી જયસુખ પટેલ વિરુદ્ધ રાજકીય નિવેદન વીડિયોના માધ્યમથી કર્યું છે જે વિડીયોમાં અનુસુચિત જાતી વિરુદ્ધમાં અપમાનજનક ઉચ્ચાર કરી મોરબી જિલ્લા અનુસુચિત સમાજની લાગણી દુભાવી છે અનુસુચિત જાતિના લોકોને હીન દર્શાવવા કાયદા વિરુદ્ધ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે

જે બદલ લલિત કગથરા વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં વાયરલ વિડીયોને આધારે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આવા જાતીવાદી માણસ ધરાવતા લલિત કગથરા ભવિષ્યમાં ચુંટણી લડવા પર પ્રતિબંધ મુકવા ભારતના ચુંટણી પંચને આપના કક્ષાએથી અહેવાલ/રીપોર્ટ કરવા પણ વિનંતી કરવામાં આવી છે અને અંતમાં સમાજની લાગણી દુભાઈ હોય હલકા ઉચ્ચારણ કરનાર લલિત કગથરા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કડક કાર્યવાહી કરવાની અંતમાં માંગ કરી છે.

[wptube id="1252022"]
Back to top button