
મોરબી જિલ્લામાં ૧૬ પોલીસ કર્મીઓની આંતરીક બદલી
મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા કુલ 16 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે.
જેમાં હરપાલસિંહ ભરતસિંહ રાજપૂતની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાંથી માળિયા પોલીસ મથક, સુભાષભાઈ લખમણભાઇ ઝીલરીયાની એમ.ટી. શાખામાંથી માળિયા પોલીસ મથક, શિવરાજસિંહ ઇન્દ્રસિંહ વાળાની માળિયા પોલીસ મથકમાંથી એમ.ટી. શાખા, વિજય હરિલાલ ગરચરની પોલીસ હેડ ક્વાર્ટર માંથી વાંકાનેર તાલુકા પોલીસ, રાજેશભાઈ નથુભાઈ કણજારીયાની પોલીસ હેડ ક્વાર્ટરમાંથી ટંકારા પોલીસ મથક, રાજદીપ શામજીભાઈ પીપળીયાની પોલીસ હેડ ક્વાર્ટરમાંથી એમ.ટી. શાખા, સબળસિંહ વાઘજીભાઈ સોલંકીની પોલીસ હેડ ક્વાર્ટર માંથી મોરબી તાલુકા પોલીસ મથક, નેહલબેન જીવણસંગ ખડીયાની મોરબી તાલુકા પોલીસ માંથી મોરબી મહિલા પોલીસ મથક, રોહિત કુમાર અંબારામભાઈ દેત્રોજાની એમ.ટી. શાખામાંથી પોલીસ હેડ ક્વાર્ટર, શક્તિસિંહ જનકસિંહ જાડેજાની પોલીસ હેડ ક્વાર્ટરમાંથી વાંકાનેર તાલુકા પોલીસ મથક, કિશોરભાઈ મનજીભાઈ સોલગામાની હળવદ પોલીસ મથક માંથી ટ્રાફિક શાખા, દેવેન્દ્રસિંહ કરણસિંહ જાડેજાની પોલીસ હેડ ક્વાર્ટર માંથી ટ્રાફિક શાખા, ચેતનભાઇ સુરેશભાઈ કડવાતરની પોલીસ હેડ ક્વાર્ટર માંથી ટંકારા પોલીસ મથક, વિજયકુમાર પરસોત્તમભાઈ છાસિયાની પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી વાંકાનેર સીટી પોલીસ મથક અને અશ્વિનકુમાર જશાભાઇ લાવડીયા ની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતેથી એમ.ટી. શાખા બદલી કરવામાં આવી છે.








