
મોરબી ખાતે ભીમ સંકલ્પ દિવસ ઉજવાયો. ૨૩/૯/૧૯૧૭ ના રોજ વડોદરાના સયાજી બાગમાં ચોધાર આંસુડે રડતા ડૉ. બાબા સાહેબે પ્રતિજ્ઞા કરેલ કે હું જે સમાજમાં જનમ્યો છું એ કરોડો દલિત,ગરીબ, પીડિત, શોષિત અને વંચિત સમાજ ઉપરના અમાનવીય, અન્યાયી, ધૃણાસ્પદ, ગુલામી યુક્ત અત્યાચારો દુર કરીને જ જંપીશ. અને તે દુર કરવામાં જો હું નિષ્ફળ જઈશ તો બંધુક ની ગોળી વળે મારા જીવનનો અંત આણીશ.
આ ક્ષણથી અધિકારી આંબેડકરે એ વિદાય લીધી અને સંઘર્ષ વીર આંબેડકર નો ઉદય થયો.

પરમ પુજ્ય ડૉ.બાબા સાહેબ આંબેડકરે એકસો પાંચ વર્ષ પહેલાં લીધેલા સંકલ્પ ના સહભાગી બનતા મોરબી જિલ્લાનાં સામાજીક આગેવાનો એ બાબા સાહેબ ના સ્ટેચ્યુ ને ફુલહાર કરી સંકલ્પ દિવસ ની ઉજવણી કરી હતી. આ તકે, નાનજીભાઈ સોલંકી,રાજુભાઇ ચૌહાણ
હેમંતભાઈ ચાવડા,ભાનુબેન નગવાડિયા,હસીનાબેન લાડકા,હરેશભાઈ ટુંડીયા,અશ્વિનભાઈ પરમાર
વસંતભાઈ ટુંડીયા,ગોરધનભાઈ પરમાર,દિલિપભાઈ વાઘેલા કાળુભાઇ પરમાર પંકજ સોલંકી વગેરે મિત્રો હાજર રહ્યાં હતાં.









