મોરબીમાં વિદેશી દારૂના ઓરેન્જ ફ્લેવરના ચપલા સાથે એક શખ્સ ઝડપાયો
મોરબીમાં રાજપર ચેક પોસ્ટ પાસેથી એક શખ્સને વિદેશી દારૂના બે ચપલા સાથે ઝડપી લઇ પ્રોહિબિશન કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર આવેલ રાજપર ચેક પોસ્ટ પાસેથી આરોપી કરણભાઇ પ્રકાશભાઇ જોષી ઉવ.૨૦ રહે. રણધરતી પાર્ક ઓમ હાઇટસ ૬૦૧ રવાપર રોડ પાસેથી ગે.કા પાસ પરમીટ કે આધાર વગર ભારતીય પરપ્રાતીય ઇગ્લીશ દારૂની બનાવટના વોડકા ઓરેન્જ ફ્લેવરના ૧૮૦એમએલ નાના ચપલા ૨ નંગ મળી આવતા. પોલીસે મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
[wptube id="1252022"]








