MORBI:મોરબીમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે ” કમલમ્”નું ખાતમુહૂર્ત કરાયું

મોરબીમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે મોરબી જિલ્લા કાર્યાલય “શ્રી કમલમ્”નું ખાતમુહૂર્ત કરાયું

મોરબીમાં આશરે ૧૪ કરોડના ખર્ચે ભાજપના શ્રી કમલમ કાર્યાલય બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.જેના કામનુ આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા ખાત મુર્હુત કરવામાં આવ્યું હતું.તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના ૨૦૦ થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.જેમાં આ તકે પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા, સંગઠન પ્રમુખ હિતેશ ચૌધરી, સાંસદ મોહન કુંડારિયા, વિનોદ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોધરા, જયંતી કવાડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્યો કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, મેઘજીભાઈ ચાવડા, શહેર પ્રમુખ લાખાભાઇ જારીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, બાવનજીભાઈ મેતલીયા, પરસોતમ સાબરીયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, કાર્યક્રમને સફળ બનાવવામાં જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઇ મીયાત્રા,નરેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલ ઘોડાસરા સાહિતનાએ આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

મોરબીમાં અત્યાર સુધી જેમ જેમ પ્રમુખ બદલતા હતા તેમ તેમ જિલ્લા ભાજપ ના કાર્યાલય પણ બદલતા હતા ત્યારે હવે મોરબી જિલ્લા ભાજપ ના નવા કાર્યાલય શ્રી કમલમ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ૧૪ કરોડના ખર્ચે આ અદ્યતન સુવિધાઓ સાથે બનનારા આ કાર્યાલય ના કામનું આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ના હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ ખાત મુહૂત કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ એ જણાવ્યું હતું કે મોરબી સિરામિક નું મોટું હબ છે.અનેક થપાટો ખાધા બાદ મોરબી વારંવાર ઉભુ થયું છે અનેક દુર્ઘટનાઓ આવી તો પણ મોરબી ગભરાયું નથી ફરી સિરામિક ઉદ્યોગ ઊભો થયો છે.ભારતીય જનતા પાર્ટી નો જે વિકાસ થઈ રહ્યો છે ધાડે ધાડા ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે નાનું કાર્યાલય ના ચાલે એ માટે મોટું કાર્યાલય બનાવવા નુ કામ આખા દેશમાં ચાલે છે.નવા ભાજપ કાર્યાલય બનાવવામાં ગુજરાત મોખરે છે.એક વાર સુરેન્દ્રનગર જઈને જોઈ આવજો તેના કરતાં સારું કાર્યાલય બનવું જોઈએ.ત્યાં 10.50 કરોડ ના ખર્ચે કાર્યાલય બનાવ્યું.કેટલાક લોકોએ આમારી વાત ને ટવીસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો એને આજે પણ કરશે એ લોકોનું કામ જ એ છે.કોઇ એક વ્યક્તિ કાર્યાલય બનાવે એવા મોરબીમાં ઘણા લોકો છે પણ એ માલિકી હક થઈ જાય પણ આપણે બધા સાથે મળી ને કાર્યાલય બનાવવાનું છે.

તેમજ આ કાર્યાલય બનાવવા માટે અપાયેલ યોગદાન અપાયેલ આ સાથે સી આર પાટિલે સ્ટેજ પર જ યોગદાન ની ઉઘરાણી કરતા રમુજી માહોલ સર્જાયો હતો.તેમજ જે લોકો 11000થી વધુ નુ યોગદાન આપશે તેઓના નામ ની તકતી લગાવવાની પણ જાહેરાત સી આર પાટીલ દ્વારા કરવામાં આવી હતી.








