
મોરબીમાં ખૂનના ગુન્હામાં જેલ ફરાર થયેલો કેદી ઝડપાયો
મોરબી પેરોલ કર્યો સ્કવોડ, એલ.સી.બી.એ બાતમીના આધારે મોરબીના ખુનના ગંભીર ગુનામાં સંડોવાયેલ કાચા કામનો કેદી વયગાળાના જામીન ઉપર જેલમાંથી છૂટી ફરાર થયેલ હોય આરોપીને પકડી જેલ હવાલે કરાયો હતો. મોરબી એલસીબી સ્ટાફને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી સિટી બી ડિવી. પો.સ્ટે.માં નોંધાયેલા હત્યાના ગુન્હામાં ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતેથી દિન-14ના ટેમ્પરરી જામીન મેળવી જેલ મુક્ત થયેલ હોય જે કાચા કામનો કેદી રજા પૂર્ણ થતાં પરત મોરબી જેલમાં હાજર નહીં થઇ વચગાળાના જામીન ઉપરથી જેલ ફરાર થયેલ જે કાચા કામના કેદી હરેશભાઇ ઉર્ફે ઉગો દેવસીભાઇ ચારોલીયા (રહે.મોરબી) વાળો મોરબી ગાંધીચોક ખાતે હોવાની હકીકત મળેલ હોય જે હકિકત આધારે સ્ટાક સાથે તપાસ કરતા કાચા કામનો કેદી

હરેશભાઇ ઉર્ફે ઉગો દેવસીભાઇ ચારોલીયા (રહે. મોરબી-કંડલા બાયપાસ રોડ, દલવાડી સર્કલ પાસે ઝુપડામાં, મોરબી) વાળો મળી આવતા તેને હસ્તગત કરી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ હતો.








