GUJARATMORBIMORBI CITY / TALUKO

મોરબીની નામાંકિત હોસ્પિટલમાં જીએસટી વિભાગના દરોડા

મોરબીની નામાંકિત હોસ્પિટલમાં જીએસટી વિભાગ દરોડા

મોબાઈલ, કોમ્પ્યુટર કબ્જે કરી તપાસ હાથ ધરી હોવાની માહિતી, 4 અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું


મોરબીમાં જીએસટીની ટીમના અવાર નવાર અલગ અલગ સ્થળોએ દરોડો પડવાના સમાચાર મળતા હોય છે જોકે મોટા ભાગના દરોડા સિરામિક ફેક્ટરી કે અન્ય ઉધોગ ધંધામાં પડતા હોય છે જોકે આ વખતે મોરબીમાં એક નામાંકિત હોસ્પિટલમાં જીએસટીની ટીમ ત્રાટકી હતી. ગાંધીધામની એક ટીમ વહેલી સવારે મોરબી આવી પહોચી હતી અને સ્થાનિક અધિકારીઓને તેમજ બે સરકારી કર્મચારીઓને સાથે રાખી શનાળા રોડથી અંદરના ભાગે આવેલી એપલ હોસ્પિટલના બિલ્ડીંગમાં પહોચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જીએસટીની ટીમે સર્ચ ઓપરેશન પહેલા હોસ્પીટલના તબીબ અને સ્ટાફના મોબાઈલ કબજે કર્યા હતા તેમજ કોમ્પ્યુટર અને તમામ દસ્તાવેજી સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું અને તપાસ હાથ ધરી હતી.જીએસટીનું સર્ચ ઓપરેશન અંગેની સંપૂર્ણ માહિતી સામે આવી નથી.આ ઓપરેશન પૂર્ણ થયા બાદ સંપૂર્ણ ચિત્ર સામે આવી શકે છે.

[wptube id="1252022"]
Back to top button