MORBI:મોરબીની ત્રાજપર ચોકડી પાસે ખોડીયાર સેલ્સ એજન્સી માંથી ૯.૫૮.લાખ તમાકુના કાર્ટુન ચોરી

મોરબીના ત્રાજપર રોડ પર વૃંદાવન પાર્કમાં રહેતા અલ્પેશભાઇ કાંતીભાઇ ધમસાણીયાએ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અલ્પેશભાઈ તેમના ભત્રીજા જય સાથે છેલ્લા ૧૩ વર્ષથી સેલ્સ એજન્સી ચલાવે છે.તેમની એજન્સીમાં તંબાકુ, બીડી, સિગરેટ, પીપર, બિસ્કીટ, ચોકલેટ સહિતની વસ્તુઓનો વ્યાપાર કરવામાં આવે છે.છેલ્લા સાત મહિનાથી અલ્પેશભાઈ જે તંબાકુના જથ્થાબંધ કાર્ટુન મંગાવતા હતા અને છૂટકમાં વેચાણ કરતા હતા તેના હિસાબમાં ફેરફાર આવતો હતો.જેથી અલ્પેશભાઇ અને જય બંને દુકાનમાં લીધેલ તંબાકુના જથ્થાને તથા વેચાણ કરેલ તંબાકુના જથ્થાનો હિસાબ કરતા તંબાકુના નાના-મોટા ડબ્બા તથા પાઉચ વગેરે મળી કુલ ૧૯ જેટલા કાર્ટૂનનો હિસાબ મળ્યો ન હતો. આ ૧૯ કાર્ટૂન ની કિંમત આશરે રૂપિયા ૯,૫૮.૭૦૦ જેટલી થતી હતી. આ બાબતે અલ્પેશભાઇએ તેમની દુકાનમાં કામ કરતા ચાર કર્મચારીઓને પૂછપરછ કરી હતી પરંતુ કોઈએ યોગ્ય જવાબ આપ્યો ન હતો.

જેથી અલ્પેશભાઇએ દુકાનના ગોડાઉનમાં લગાવેલા સીસીટીવી તપાસતા ગત તા. ૦૬ના રોજ તેમની દુકાનના ચાર કર્મચારી પૈકી એક આરોપી જયદીપ બીપીનભાઈ કાઠીયા દુકાનમાંથી તંબાકુુનું કાર્ટુન લઈને બહાર જતો જોવા મળ્યો હતો.જે કાર્ટૂનનું અલ્પેશભાઇએ વેચાણ કર્યું ન હોય જેથી તેમણે આરોપી જયદીપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી ઘોરણસર કાર્યવાહી હાથ ધરી છે








