GUJARATMORBI

મોરબીની તાલુકા શાળા નં. ૧માં લોકશાહી ઢબે બાળસંસદની રચના કરવામાં આવી.

મોરબીની તાલુકા શાળા નં. ૧માં લોકશાહી ઢબે બાળસંસદની રચના કરવામાં આવી.

 

મોરબીની તાલુકા શાળા નંબર-૧માં ‘બાળ સંસદ’ની રચના માટે ચૂંટણી પ્રક્રિયાનું સરસ આયોજન થયું  શાળા કક્ષાએ શિક્ષણની સાથે સાથે બાળકમાં ઉત્તમ ગુણો વિકસે તે દિશામાં કામ કરવું જરૂરી બને છે. બાળ સંસદ એટલે બાળકોની, બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ. જેમાં બાળકો શાળા અને વર્ગખંડમાં નીતિ નિયમો ઘડવામાં સક્રિય ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધારણામાં અને નિર્ણયમાં ભાગીદાર થાય. બાળ સંસદની રચના લોકશાહી પદ્ધતિથી કરવામાં આવે છે. જેમાં શાળાની બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન મહામંત્રી, શિક્ષણ મંત્રી, પાણી મંત્રી, આરોગ્ય મંત્રી, સફાઈ મંત્રી તથા રમતગમત મંત્રી વગેરેની પસંદગી કરવામાં આવે છે.

બાળકોમાં નેતૃત્વ,સમુહભાવના, સમયસર નિર્ણયો લેવાની ક્ષમતા તેમજ સ્વયંશિસ્ત જેવા ગુણો વિકસાવવાની સાથે સાથે રાજનીતિશાસ્ત્ર જેવા વિષયને સમજવામાં પણ મદદ મળી રહે છે.આપણો દેશ લોકશાહી શાસન પ્રણાલી ધરાવતો દેશ છે. આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. બાળકો પોતાના અભ્યાસ દરમિયાન લોકશાહી મૂલ્યોને સમજે અને આત્મસાત કરે તે અપેક્ષિત છે. શાળામાં રાજનીતિ શાસ્ત્ર ભણવાની સાથે સાથે ‘બાળસંસદ’ની પ્રવૃત્તિ એનામાં પરોક્ષ રીતે લોકશાહીના મૂલ્યો પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. આ કાર્યક્રમના આયોજનમાં શાળાના આચાર્યશ્રી ખાંભરા સુભાષભાઈ તથા CRCકોઓર્ડિનેટર શૈલેષભાઈ કાલરિયાએ માર્ગદર્શન આપ્યું હતું. વિષય શિક્ષક ફૂલતરિયા પ્રજ્ઞાબેને આયોજન કર્યુ અને તમામ શિક્ષક સ્ટાફ જેમાં ઠોરિયા વંદનાબેન , બાવરવા ભાવેશભાઈ , પુજારા તૃપ્તિબેન, ડાંગર હરદેવભાઈ તથા બોરીચા ભાવેશભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. તેઓએ વિદ્યાર્થીઓને  આગલા દિવસથી તમામ તૈયારી કરાવી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવું, સાહિત્ય નિર્માણ,ઉમેદવારી પત્રો ભરવા,પ્રચાર કરવો, મતદાર યાદી પ્રસિદ્ધ કરવુ, પ્રત્યક્ષ મતદાન, મત ગણતરી, પરિણામ જાહેર કરવું, શપથ ગ્રહણ વગેરેનો સમાવેશ થયો હતો. તમામ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એમાં મતદારો,ઉમેદવારો, રિટર્નિંગ ઓફિસર પોલિંગ ઓફિસર તથા  ચૂંટણી એજન્ટ, મતદાર એજન્ટ ,સુરક્ષા કર્મી બનીને બાળકોએ  ચૂંટણીનો અનુભવ મેળવ્યો હતો. કાયમી રીતે શાળાના વ્યવસ્થાપન માટે જુદા જુદા કામ માટે જવાબદારીની ફાળવણી થઈ અને  વ્યવસ્થાઓના મંત્રીઓની નિમણૂક થઈ હતી. સાથે સાથે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ મેળવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button