મોરબી શહેરના હાઉસિંગ બોર્ડના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૫૦ બોટલનો જથ્થો કબજે લઈને એક ઈસમને ઝડપી લીધો હતો તો દારૂની હેરાફેરીમાં અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ એમ ૬૮/૩૭૬ માં રહેતા આરોપી મનોજ કિશોર ખારેચા નામના ઇસમના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૫૦ બોટલ મળી આવતા પોલીસે કુલ રૂ ૧૯,૧૫૦ ની કિમતનો દારૂનો જથ્થો કબજે લઈને આરોપી મનોજ કિશોર ખારેચા (ઉ.વ.૪૯) વાળાને ઝડપી લીધો હતો તો અન્ય આરોપી રાહિલ અયુબ માણેકીયા રહે વાવડી રોડ મોરબી વાળાનું નામ ખુલતા એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
[wptube id="1252022"]





