મોરબીના ઘુંટુ રોડ ઉપર નજીવી બાબતે યુવકને ધોકા વડે માર માર્યો
મોરબી ઘુંટુ રોડ ઉપર આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરે દર્શન કરવાની ના પડતા જેવી નજીવી બાબતે બોલાચાલી થતા યુવકને જાતિ પ્રત્યે અપમાનિત કરી લાકડાના ધોકા વડે માર મારતા સમગ્ર બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં યુવક દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર અંબિકા સોસાયટીમાં રહેતા સત્યજીતભાઈ ગોવિંદભાઇ માંડલ એ આરોપી રમેશભાઈ સાથે ઘુંટુ રોડ ઉપર આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરે દર્શન કરવા આવવાની ના પાડવા બાબતે સામાન્ય બોલાચાલી થતા આરોપી રમેશભાઈ ટીંડાણી રહે.ત્રાજપર એ ફરિયાદીને જાતિ પ્રત્યે અપમાનિત કરી લાકડાના ધોકાથી માર મારી ફ્રેકચર જેવી ઇજા પહોંચાડતા સમગ્ર મામલે તાલુકા પોલીસ મથકમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.








