GUJARATMORBI

મોરબી:જવાહર સોસાયટી યુવા સંગઠનનાં સભ્યો દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર સંકલ્પદિનની અનોખી ઉજવણી કરી.

જવાહર સોસાયટી યુવા સંગઠનનાં સભ્યો દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર સંકલ્પદિનની અનોખી ઉજવણી કરી.

૨૩ સપ્ટે ૧૯૧૭ નાં રોજ બાબા સાહેબે વડોદરામાં પોતાની સાથે સર્વણો લોકો દ્વારા થયેલા જાતિવાદથી વડોદરા છોડવુ પડ્યુ હતું. મુંબઇ જવા ટ્રેનને પાંચ ક્લાકનો સમય હતો ત્યારે વડોદરાનાં કમાટીબાગમાં વડનાં વૃક્ષ નીચે બેસી “ડો.બાબાસાહેબે સંલ્પ કર્યો હતો કે બહુજન લોકોને આ જાતીવાદી અમાનવ્ય વ્યાવહારમાંથી મુક્તિ અપાવીશ. અને જો હું મારા સમાજને મુકિત અપાવવામાં નિષ્ફળ જઇશ તો હું મારા હાથે બંધુકની નોક વડે પોતાને ગોળી મારી દઇશ.” આ દિવસને બહુજન સમાજનાં લોકો સંકલ્પ દિન તરીકે યાદ કરે છે.

જવાહર સોસાયટી યુવા સંગઠનનાં મિત્રો દ્વારા સંકલ્પ દિવસની ઉજવણી આંગણવાડીમાં નાના બાળકો ડીજીટલ માધ્યમથી કંઇક અવનવુ શિક્ષણ મેળવે એ હેતુથી સ્માર્ટ એન્ડરોઇડ ટીવી આપી ૩૫ વર્ષ પહેલા જે આંગણવાડી કાર્યકર હતા એવા રેખાબેનનાં હસ્તે ટીવીનું અનાવરણ કરાવ્યુ અને શ્રી રેખાબેનનું પુષ્પવર્ષા કરી સ્વાગત તેમજ મોમેન્ટ આપી સન્માન કર્યુ હતુ. આ તકે મોરબી જીલ્લા પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, મોરબી જીલ્લા ઉપપ્રમુખશ્રી હીરાભાઈ તમારીયા, તાલુકા ન્યાય સમિતિ ચેરમેનશ્રી રાજેશભાઇ પરમાર, સીડીપીઓ શ્રી મયુરીબેન ઉપાધ્યાય, સીમાબેન મુછડીયા, શ્રી મુકેશભાઈ ઉભડીયા, શ્રી મંજુલાબેન ચૌહાણ, શ્રી દિનેશભાઇ પરમાર, શ્રી ગોપાલભાઇ સોલંકી, શ્રી ધીરજભાઇ સોલંકીનાં સન્માન પણ કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમનાં અંતે બધાજ બાળકોને ખીર-પુરી જમાડવામાં આવ્યા હતા.

જવાહર સોસાયટી (નઝરબાગ)આંગણવાડીનાં કાર્યકર આરતીબેન રામાવતે જવાહર યુવાસંગઠનનાં બધાજ મિત્રોનો સ્માર્ટ ટીવી અનાવરણ તેમજ સન્માન કાર્યક્રમ માટે ખુબજ મહેનત કરી એ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આવેલા મોરબી જીલ્લા પ્રમુખ-ઉપપ્રમુખ સાહેબ સાથે આંગણવાડી ફરતે વંડો કરી આપવા રજુઆત કરેલ.

[wptube id="1252022"]
Back to top button