ભગત ગોરા કુંભાર વિશે બેફામ વાણી વિલાસ કરનારા સ્વામીજી વિરૂદ્ધ કાર્યવાહી કરવા મોરબી કલેકટરને રજુઆત

ભગત ગોરા કુંભાર વિશે બેફામ વાણી વિલાસ કરનારા સ્વામીજી વિરૂદ્ધ કાર્યવાહી કરવા મોરબી કલેકટરને રજુઆત

મોરબીના વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ અને સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં સ્વામીનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પ્રજાપતિ સમાજના સંત અને ભક્ત ગોરા કુંભાર અને એમનો પત્ની વિશે અભદ્ર ભાષામાં ટીકા ટિપ્પણી કરી હતી અને આ સ્વામીના બેફામ વાણી વિલાસનો વિડીયો વાયરલ થયો છે. સ્વામીજીના અવા બફાટથી સમગ્ર પ્રજાપતિ સમાજની લાગણી દુભાઈ છે. જો કે, સ્વામીનારાય સંપ્રદાયના સંતો આવી રીતે દેવી દેવતા વિરુદ્ધ અભદ્ર ભાષામાં બાલિશ નિવેદનો આપતા હોય હિન્દૂ સમાજની લાગણી દુભાઈ છે. ત્યારે વધુ એક સ્વામીએ પ્રજાપતિ સમજના સંત ગોરા કુંભર અને એમના પત્ની વિશે બફાટ કરતા પ્રજાપતિ સમાજમાં રોષ વ્યાપી ગયો છે અને પ્રજાપતિ સમાજના આગેવાનો સહિતના લોકોએ કલેકટર આવેદન આપી સ્વામીજી સામે પગલાં ભરી કરી આવા બાલિશ નિવેદનો ન આપે તેવી ખાતરી આપીને સ્વામી પ્રજાપતિ સમાજની માફી માંગે તેવી માંગ કરી છે.





