
ફરી એકવાર કોર્પોરેટ ધારાસભ્યને લોકોએ લીધા આડે હાથ – સોશિયલ મીડિયા થકી લોકોએ બડાપો ઠાલવ્યો રીપોર્ટર વિશાલ જયસ્વાલ હળવદ

વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ તેને હવે એક વર્ષ પૂર્ણ થવાના આરે છે ધારાસભ્ય બન્યા તેને પણ હવે 8 9 મહિનાથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે તેમ છતાં પણ હળવદની સમસ્યામાં કોઈપણ જાતનો સુધારો થયો નથી જો વાત કરવામાં આવે તો હળવદ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાઓથી લોકો ત્રાહિમામ થઈ ચૂક્યા છે તેમજ વિવિધ ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓથી પણ લોકો થાકી ચૂક્યા છે વિવિધ સમસ્યાઓથી લોકો કંટાળી ચૂક્યા છે ત્યારે હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા માત્ર રાજકીય ફોટો પડાવવા અથવા તો સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી ફોટો પડાવવા જતા હોય તેવા સોશિયલ મીડિયા પર પોસ્ટ થોડા સમય પહેલા વાયરલ થઈ હતી ત્યારબાદ ફરી એક વખત ધારાસભ્ય હાલીને રોડ ઉપર નીકળે તો તેને ખબર પડે કેવી પરિસ્થિતિ છે નહીં તો ચૂંટણીમાં પરિણામ ભોગવવા તૈયાર રહો તેમજ ધારાસભ્યને રેલી અથવા તો કોઈ કાર્યક્રમ સિવાય ક્યાંય જોયા છે આવી વિવિધ કોમેન્ટ્સ દ્વારા લોકો ધારાસભ્ય સામે પોતાનો બળાપો કાઢી રહ્યા છે પરંતુ એ પણ જોવું રહ્યું કે ધારાસભ્ય ક્યારે જાગશે અને હળવદ વાસીઓની ચિંતા કરશે કે પછી માત્ર ફોટો પડાવવા માંથી જ નવરા નહીં થતા હોય એ પણ એક સવાલ છે









