
મોરબી જિલ્લાની ગ્રામ પંચાયત ટંકારા ગામે ગ્રામ પંચાયત ભવનમાં સામાજીક ન્યાય સમિતિ ની બેઠક મળી હતી જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાતવર્ગ ના વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી અને સરકાર શ્રી ની વિવિધ યોજના માંથી ગ્રાન્ટની માંગણી કરી વિકાસના કામોને વેગ આપવા ચર્ચા કરવામાં આવી હતી.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિસ્તારોમાં સત્વરે પ્રાથમિક સુવિદ્યા લાઈટ, પાણી, રોડ અને ગટર જેવી પાયાની જરૂરિયાત વિહોણાં વિસ્તારો માં કામની અગ્રીમતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
અનુસૂચિત જાતિ વિસ્તારમાં પેવર બ્લોકનું કામ, વાલ્મિકી સમાજના સ્મશાનમાં પાણીની લાઈન, કમ્પાઉન્ડ વોલ, અનુસૂચિત જાતિ ના સ્મશાનમાં સી સી રોડ, પાણીનો ટાંકો, અનુસૂચિત જનજાતિ ના સ્મશાનમાં કમ્પાઉન્ડ વોલ જેવા વગેરે વિકાસના કામો મંજુર કરવામાં આવતાં તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત તેમજ સરકાર શ્રી ની વિવિધ યોજના ની સરાહના કરવામાં આવી હતી.
સામાજિક ન્યાય સમિતિ ની મિટિંગમાં થયેલા ઠરાવો ને સરકાર શ્રી ના નિયમો અનુસાર પંચાયત ની સામાન્ય સભામાં મંજુર કરી સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા સરપંચ શ્રી એ ભાર મુક્યો હતો.સામાજિક ન્યાય સમિતિ નાં અઘ્યક્ષ શ્રી મતી નિર્મળા બહેન હેમંતભાઈ ચાવડા, સભ્ય સચિવ શ્રી હરદેવસિંહ જાડેજા સાહેબ, ઉપાધ્યક્ષ શ્રી હેમંતભાઈ ચાવડા, સભ્ય શ્રી મીના બહેન મહેતા, સભ્ય શ્રી લાલજીભાઈ ગેડીયા હજાર રહ્યાં હતાં. આ તકે સરપંચ શ્રી ગોરધનભાઈ સાહેબ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.





