TANKARA:ટંકારામાં મેહુલભાઈ કોરીંગાની વાર્ષિક પુણ્યતિથિએ આર્ય વિદ્યાલયમમાં મેગા રક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે

હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારામાં મેહુલભાઈ કોરીંગાની વાર્ષિક પુણ્યતિથિએ આર્ય વિદ્યાલયમમાં મેગા રક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ તા.20ના રોજ યોજાશે
મહર્ષિ દયાનંદ સરસ્વતીની પાવન ભૂમિમાં જન્મેલ મેહુલભાઈ કોરીંગાનું પ્રાથમિક શિક્ષણ ગામઠી શાળામાં થયું હતું. ત્યારબાદ તેઓએ માધ્યમિક શિક્ષણ એમ.પી. દોશી વિદ્યાલયમાં તેમજ યુનિવર્સિટીમાં ઉચ્ચ ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેઓએ સરકારી નોકરી છોડીને ટંકારામાં આર્ય વિદ્યાલયમના સંચાલકની ભૂમિકા પૂરી પાડી હતી.
તેમજ વૈદિક ધર્મનો પ્રચાર, નૈતિક મૂલ્યો, રાષ્ટ્ર ભક્તિ, સંસ્કાર, સેવા, સમર્પણભાવ તેઓના રગે-રગમાં હતા. કોરોના જેવા કપરા સમયમાં તેઓએ જરૂરતમંદ લોકોને ઓક્સિજનના સિલિન્ડર ફ્રીમાં પહોંચાડ્યા હતા. લમ્પી જેવા ગાયના ભયંકર રોગ વખતે તેઓએ ગાયોની ખૂબ સેવા કરી હતી. વૃક્ષા રોપણ તથા દરદી નારાયણની સેવા આવા અનેક સેવાના સરતાજ સેવાભાવી મેહુલભાઈ કોરીંગાની વાર્ષિક પુણ્યતિથિએ મેગા રક્તદાન કેમ્પ સરકારી હોસ્પિટલ રાજકોટ દ્વારા આર્ય વિદ્યાલયમમાં રાખેલ છે તેમજ આર્ય વિદ્યાલયમના બાળકો માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે
. તારીખ 20/10/2022 ના રોજ અંતિમ શ્વાસ લઈ ટૂંકા આયુષ્યમાં ઘણું મોટું કામ કરી સુવાસ છોડી જનાર મેહુલભાઈની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અપાશે.





