જુના દેવળિયા કુમાર પ્રાથમિક શાળા ખાતે ધનાળા સીઆરસી કક્ષાનો બાળ ગણિત વિજ્ઞાન મેળો યોજાયો

હળવદ તાલુકાના જુના દેવળિયા કુમાર પ્રાથમિક શાળા ખાતે ધનાળા સીઆરસી કક્ષાનું બાળ ગણિત- વિજ્ઞાન પ્રદર્શન 2023-24 રાખવામાં આવ્યું હતું. જેમાં સીઆરસી માં સમાવિષ્ઠ 11 પ્રાથમિક શાળાઓના વિધાથીઓએ હર્ષભેર ભાગ લીધો હતો અને વિધાથીઓ દ્વારા વૈજ્ઞાનિક સિધ્ધાંતોને ધ્યાનમાં રાખી વિવિધ મોડેલ રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે હળવદ બીઆરસી કો. ઓડિનેટર મિલનભાઈ પટેલ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અને હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રફુલભાઈ નાયકપરા દ્વારા બાળકોનો ઉત્સાહ વધારવા માટે પ્રદર્શનમાં હાજરી આપવામાં આવી. આમંત્રિત મહેમાનો દ્વારા બાળકોને શિલ્ડ, પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રદર્શનમાં કુલ 11 પ્રાથમિક શાળા માંથી 34 અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી. જેમાં નેટ હાઉસ, સોલાર રૂફટોપ, સોલાર પેનલ, લિફટ, ગાણિતિક મોડેલ આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું. આ તમામ આયોજન ધનાળા સીઆરસી કો. ઓડિનેટર દિનેશભાઇ પટેલ અને જુના દેવળિયા કુમાર પ્રાથમિક શાળા ના આચાર્યશ્રી સાગરભાઈ મહેતા તથા શાળા ના સ્ટાફમિત્રો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું.









