GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વાંકાનેરના મહિકા, મઘરવાડા, તેમજ જીયાણા, ઢાંઢિયા, તરઘડીયામાં નાગરિકોએ લીધા અચૂક મતદાનના શપથ

તા.૯/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

ઓછા મતદાનવાળા વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમ થકી મતદારોને વોટિંગ માટે અપાતી પ્રેરણા

Rajkot: લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભા મત વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે, રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે. આ સાથે ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હતું તેવા લો વોટર ટર્નઆઉટ વાળા વિસ્તારોમાં મતદાન વધારવા માટે વિશેષ ઝુંબેશ ચલાવાઈ રહી છે.

જે અંતર્ગત ૬૭-વાંકાનેર મત વિસ્તારમાં સમાવેશ પામતા રાજકોટ તાલુકાના જીયાણા ગામે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અહીં ગત ચૂંટણીમાં પુરુષ મતદારો અને મહિલા મતદારોના મતદાનમાં ૧૦ ટકાથી વધુ તફાવત હોવાથી, મહિલા મતદારોને જાગૃત કરવા તેમને મતાધિકારનું મહત્વ સમજાવાયું હતું. આ સાથે મતદાન જાગૃતિના શપથ પણ લેવામાં આવ્યા હતા.

આ સાથે ૬૭-વાંકાનેર મત વિસ્તારમાં સમાવેશ પામતા મહિકા, તરઘડીયા તથા મઘરવાડામાં પણ મતદાન જાગૃતિ સાથે અચૂક મતદાન અંગે પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો હતો. આ તકે લોકશાહીના પાયા મજબૂત કરતા મતદાન માટે ઉપસ્થિત સૌએ શપથ ગ્રહણ કર્યા હતા.

ઉપરાંત ૭૧-રાજકોટ ગ્રામ્યમાં ઢાંઢીયા ગામ ખાતે ભાગ નં.૨૧૨માં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં ગત ચૂંટણીમાં પુરુષ મતદારો અને મહિલા મતદારોના મતદાનમાં ૧૦ ટકાથી વધારે તફાવત હોવાથી, મહિલા મતદારોને મતદાનના મહત્વ અંગે સમજૂતિ આપવામાં આવી હતી. આ સાથે ઉપસ્થિત સૌએ મતદાન જાગૃતિના શપથ ગ્રહણ કર્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button