આયુષ્યમાન ભવ : પ્રોગ્રામ અંતર્ગત પ્રા.આ.કેન્દ્ર ભરતનગર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

આયુષ્યમાન ભવ : પ્રોગ્રામ અંતર્ગત પ્રા.આ.કેન્દ્ર ભરતનગર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
ભારત સરકાર શ્રી દ્વારા આયુષ્યમાન ભવ: પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવેલ છે. જે અંતર્ગત દરેક સરકારી સંસ્થાઓ ખાતે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવાનો નિર્ધાર કરેલ છે. જે અંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ શ્રી ના જન્મદિવસ નિમિત્તે માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી ડી જાડેજા સાહેબ તેમજ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. કે જે દવે મેડમના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર અને તેના સેજા હેઠળ ના અન્ય તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સાફ-સફાઈ નું અભિયાન ધરવામાં આવેલ અને સાથે ગ્રામજનોને પણ પોતાની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવેલ.

વધુમાં આયુષ્યમાન ભવઃ પ્રોગ્રામ અંતર્ગત લોક ઉપયોગી એવા આયુષ્યમાન કાર્ડ અને આત્મા કાર્ડ કઢાવી લેવાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગરના મેડિકલ ઓફિસર શ્રી ડો. સી એલ વારેવડીયા તેમજ આયુષ મેડિકલ ઓફિસરશ્રી ડો. ડી એસ પાંચોટિયા દ્વારા તમામ લોકોને જાહેર અપીલ કરવામાં આવે છે.
આથી જે કોઈ લોકોને આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડ કઢાવવાના બાકી હોય તેમણે પોતાની નજીકની ગ્રામ પંચાયત અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેથી વહેલી તકે આ બંને કાર્ડ કઢાવી લે તેવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે








