BODELICHHOTA UDAIPUR

નસવાડી તાલુકાના ખેડૂતો ના વન અધિકાર કાયદોનો અમલ થાય તેના માટે દિલ્લી  થી આવેલી  નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઈબની ટીમે મુલાકાત લીધી.

પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના ખેડૂતોના 2006  વન અધિકાર કાયદાને કંઈ રીતે અમલ થાય તેના માટે નવી દિલ્હી થી નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઈબ ની ટીમે નસવાડી સેવા સદન ખાતે આવી હતી.જેમાં ખેડૂતોના પ્રશ્નો બાબતે સરપંચો અને આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી.ખેડૂતોને કયા પ્રકારના પ્રશ્નો નડી રહીયા  છે.તેની તપાસ માટે નવી દિલ્હી થી નેશનલ કમિશન ફોર સિડ્યુલ ટ્રાઈબની ટીમ આવી હતી.જેમાં મુખ્યત્વે ખેડૂતોના દાવાઓના નિકાલની કામગીરી ચાલુ છે.તેમ છતાં પણ વન વિભાગના અધિકારીઓ પ્લાન સ્ટેશનની કામગીરી કરી રહ્યા છે.તેના માટે જેના દાવાઓ પેંડીગમાં છે.તેવા ખેડૂતોનું  અસ્તિત્વ જોખમ માં મુકાયેલ છે.જે વન વાસી  લોકોને જમીનો આપવામાં આવી છે તે જમીનો ઓછી આપવામાં આવી છે.જે લોકોના દાવા પેંડિંગમા છે તેનો નીકાલ  ઝડપથી  કરવામાં આવે.

નસવાડી તાલુકાના ખેડૂતોએ સામૂહિક હક દાવાઓની માંગ કરવામાં આવી હતી.

તેમાંથી જંગલો સાચવવાનો અને વહીવટ કરવાનો હક નથી આપવામાં આવ્યો.આવા અનેક મુદ્દાઓની દિલ્હીથી આવેલા અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

 

 

[wptube id="1252022"]
Back to top button