GANDEVIGUJARATNAVSARI

Navsari: ગણદેવી ખાતે પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ બજારનો શુભારંભ,હવે દર શુ્ક્રવારે ખેત પેદાશોનું વેચાણ થશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ઉત્પાદિત આરોગ્યપ્રદ ફળો, શાકભાજી અને વિવિધ ખેત પેદાશો ખાવા મળે અને પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને બજાર મળી રહે તે હેતુસર આજે ગણદેવી ચાર રસ્તા, તાલુકા પંચાયત કચેરી, ગણદેવી પાસે ખેતીવાડી, બાગાયત અને આત્મા વિભાગના સહયોગથી પ્રાકૃતિક ખેત પેદાશો માટે વેચાણ બજારનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે તાલુકાનાં પ્રાકૃતિક ખેતી કરતાં કુલ ૧૪ ખેડૂતો પોતાની ખેત પેદાશો સાથે હાજર રહ્યા હતા. પ્રથમ દિવસે ૯૫ કિલોગ્રામ શાકભાજી અને ફળો, ૨૦ કિલોગ્રામ પ્રાકૃતિક ગોળ અને પ્રાકૃતિક અનાજ તથા કઠોળનું વેચાણ થયું હતું. આ વેચાણ બજાર દર શુક્રવારે ગણદેવી ચાર રસ્તા, તાલુકા પંચાયત કચેરી, ગણદેવી પાસે આયોજન થશે. ખાધ સંબંધિત વિવિધ સમસ્યાઓના મુખ્ય કારણ પૈકી રસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી મુક્ત અને સંપૂર્ણરીતે પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ઉત્પાદિત શાકભાજી, ફળો, વિવિધ અનાજ-કઠોળ તેમજ પ્રાકૃતિક ગોળ વગેરે મળી રહેશે. આ અવસરે કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી વિનોદભાઇ પટેલ, શ્રી પરિમલભાઈ પટેલે આ નવી પહેલને વધાવી તથા વેચાણ બજારનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button