MEHSANAVIJAPUR

વિજાપુર પ્રજ્ઞાચક્ષુ યુવકે બસના બોર્ડને સ્કેન કરી શકે તેવી એપ્લિકેશન શોધી કાઢી

વિજાપુર પ્રજ્ઞાચક્ષુ યુવકે બસના બોર્ડને સ્કેન કરી શકે તેવી એપ્લિકેશન શોધી કાઢી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં વ્હોરવાડ ખાતે રહેતા બે આંખો ગુમાવી ચૂકેલા યુવકે પ્રજ્ઞાચક્ષુ ઓ માટે બસ નો બોર્ડ એપ્લિકેશન દ્વારા ક્યાં જાય છે ક્યાંથી આવી છે અને ક્યાં ઉભી રહી છે તેની જાણ થઈ શકે તે માટે ની એક એપ્લિકેશન બનાવી છે જેનાથી આંખો ગુમાવી ચૂકેલા લોકો માટે ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે આ અંગે શહેરમાં ઉમિયા માતાના મંદિરની સામે આવેલ એચ આર કોમ્યુનિકેશન નો ધંધો કરતા વ્હોરવાડ માં રહેતા આત્મ નિર્ભર બનેલા પ્રજ્ઞાચક્ષુ હમ્માદ અબ્બાસ ભાઈ વહોરા નામના યુવકે એક એપ્લિકેશન ની શોધ કરી છે જે અંગે જણાવ્યુ હતુકે મહત્વ ની વાત એ છેકે ઘણા આંખો ગુમાવી ચૂકેલા યુવકો વડીલો બસો માં મુસાફરી કરતા હોય છે પરંતુ બસમાં બેસવા માટે અન્ય સહારો લઈ પૂછી બસમાં જવુ પડતું હોય છે અને ઘણી વખત તો બસ આવી ચાલી જતી હોય છે તેવા સમયે પ્રજ્ઞાચક્ષુ લોકોની પરિસ્થિતિ મુશ્કેલ બનેછે તે પડતી મુશ્કેલી ઓ દૂર કરવા આશય સાથે એપ્લિકેશન બનાવી છે તેમાં પ્રજ્ઞાચક્ષુ સરળતા થી ઉપયોગ કરે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે જે બસ ડેપો માં ઉભેલી બસની દિશા તેમજ સ્કેન દ્વારા બસનો બોર્ડ અને ઉપડવા માટે સમય જઈ રહેલી બસ ની દિશા અને જગ્યાઓ સહિત ની માહિતી આપશે અને કોઈના સહારા વગર આંખો થી દિવ્યાંગ લોકોને મદદરૂપ બનશે તેમ યુવક હમ્માદ વહોરા એ જણાવ્યું હતુ યુવકે એપ્લિકેશન બનાવી એક ઉમદા પ્રયાસ કર્યો છે જે પ્રજ્ઞાચક્ષુ માટે ફાયદાકારક રહેશે

[wptube id="1252022"]
Back to top button