
વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય ડેન્ગ્યુ ડે ની ઉજવણી કરાઈ 

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આરોગ્ય વિભાગ અને જિલ્લા મેલેરિયા શાખા દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી છે જેમાં ગોવિંદપુરા ઓ જી વિસ્તાર માં ડેન્ગ્યુ રોગ ની જન જાગૃતિ સારું..”ચાલો સૌ સાથે મળી ને ડેન્ગ્યુ રોગ ને નિયંત્રણ કરી એ તે થીમ પર માર્ગદર્શન આપ્યું હતુ એસ ટી ડેપો.. આનંદ પૂરા ચોકડી તેમજ મામલતદાર કચેરી . અને ગોવિંદપુરા જૂથ પંચાયત મુકામે ..આવતા લાભાર્થી ઓ અને રાહદારીઓ માં જાગૃતિ આવે તે સારું ડેન્ગ્યુ ના બેનર પ્લેકાર્ડ..પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતુ આરોગ્ય તાલુકા હેલ્થના સુપરવાઈઝર મુકેશ ચૌહાણ દ્વારા.જૂથ ચર્ચાઓ કરી ડેન્ગ્યુ રોગ ના ચિહન લક્ષણો.સારવાર અટકાયત બાબત ની માહિતી આપવામાં આવી હતી.ડેન્ગ્યુ રોગ એડીસ ઇજિપ્ત નામનો માદા ચેપી મચ્છર તંદુરસ્ત વ્યક્તિ ને દિવસ દરમ્યાન કરડે તો ડેન્ગ્યુ નો રોગ લાગુ પડે છે..ડેન્ગ્યુ રોગ થાય એટલે સખત તાવ આવવો..માથાનો દુઃખાવો થવો..આંખના ડોળા ના પાછળના ભાગ માં દુખાવો થવો..શરીર પર લાલ ચકામા થવા..નાક , કાન અને પેઢા માં થી લોહી વહેવું ..આવું થાય ત્યારે તાત્કાલિક દવાખાના દાખલ થવું જરૂરી છે.આ બાબતે લોહીની તપાસ કરાવવી..ડેન્ગ્યુ ના દર્દી ને ખુબ જ પુષ્કળ પ્રમાણ માં પાણી પીવું જોઈએ..મગ નું પાણી…નાળિયેર પાણી..લીંબુ સરબત. તેમજ ખૂબ જ પ્રવાહી લેવું જોઈએ..ડેન્ગ્યુ ના દર્દી એ દવાયુક્ત મચ્છર દાની માં જ સૂવું જોઈએ .ડેન્ગ્યુ નો મચ્છર ચોખા પાણીમાં ઇડા મૂકે છે..આ ઇડા માંથી પોરા બને છે અને આ પોરા માંથી કોશેટો બને છે અને કોશેટો માંથી મચ્છર તૈયાર થઈ જાય છે..ઇડા માં થી મચ્છર બનતા ૧o થી ૧ર દિવસ લાગે છે..આ મચ્છર દિવસ દરમ્યાન કરડે છે..મચ્છર ઉત્પતિ અટકાવવા માટે દર અઠવાડિયે રવિવાર ૧૦ મિનિટ ધર ના તમામ પાણી ભરવાના પાત્રો ખાલી કરી પાણી ભરી હવાચુસ્ત ઢાંકણ થી ઢાંકવા જોઈએ..મોટા હોજ હવાડા માં પોરા ભક્ષક માછલી મુકાવવી જોઈએ .ફ્રીઝ ની ટ્રે ..ફૂલદાની.પક્ષિકુજ..કૂલર એ સી ની સફાઈ કરવી..નકામા ટાયર અને ભગાર નો નિકાલ કરવો જોઈએ.દ વાયુક્ત .મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ..રોજ સાંજે લીમડા નો ધુમાડો કરવો જોઈએ..સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ધર ના બારી બારના બંધ કરવા જોઈએ..શરીર પૂરતું ઢંકાય તેવા આખી બાંય ના કપડા પહેરવા જોઈએ..મચ્છર અગરબતી નો ઉપયોગ કરવો જોઈએ..ડેન્ગ્યુ રોગ અટકાવવાની જવાબદારી જન સમુદાય ની હોઈ તેમ ની ભાગીદારી અનિવાર્ય છે. ડેન્ગ્યુ રોગ ને નિયંત્રણ કરી ને વિજાપુર તાલુકા ને ડેન્ગ્યુ થી મુક્ત કરવા પ્રયત્ન કરી એ..આ કાર્યક્રમ ને સફળ બનાવવા. અર્બન હેલ્થ કચેરી વિજાપુર પ્રા આ કે.વજાપુર..પિલવાઇ અને લાડોલ ના આરોગ્ય કર્મચારી એ ખૂબ જ મહેનત કરી સફળ બનાવ્યો હતો.





