
વિજાપુર જાયન્ટ ગૃપ દ્વારા પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ બેગ નું વિતરણ કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર જાયન્ટ્સ દ્વારા શાળા પ્રવેશોત્સવ – 2023 અંતર્ગત ગોવિંદપુરા જૂથ પંચાયતની પ્રાથમિક શાળામાં બાળવાટિકાના 27 અને ધોરણ 1 ના 20 નાના ભુલકાઓને દાતા કિશોરભાઈ ગજેરા અને કીર્તનભાઈ પટેલ દ્વારા સ્કૂલબેગ નું વિતરણ કરવામાં આવ્યું હતુ જેમાં જાયન્ટ ગૃપ ના પ્રમુખ કૌશિક પટેલ તેમજ જાયન્ટ ગૃપ ના સભ્યો ઉપસ્થિત રહયા હતા શાળામાં આવતા બાળકો ને સ્કૂલ બેગ મળતા શાળાના બાળકો માં ખુશી જોવા મળી હતી શાળા આચાર્ય તેમજ શિક્ષક મિત્રો એ જાયન્ટ ગૃપની સેવા ઓ ને બિરદાવી હતી
[wptube id="1252022"]





