MEHSANAVIJAPUR

વિજાપુર અબાસણા ગામે મેમેરુ લઈ જતા ફટાકડા ફોડવા બાબતે એકજ કોમના બે જૂથો વચ્ચે ઝગડો

વિજાપુર અબાસણા ગામે મેમેરુ લઈ જતા ફટાકડા ફોડવા બાબતે એકજ કોમના બે જૂથો વચ્ચે ઝગડો
બન્ને જૂથો સામસામી આવી જતા પથ્થર મારો બે ને ઇજા
એકને વિજાપુર સીવીલ ખાતે સારવાર માટે લવાયા અન્ય એકને વડનગર ખાતે સારવાર માટે લઈ જવાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના અબાસણા ગામે નીકળેલા મામેરા માં ફટાકડા ફોડવા બાબતે એકજ કોમના બે જૂથો વચ્ચે ઝઘડો થતા સામસામે પથ્થર મારા માં બન્ને જૂથો ના બે ઈસમો ને ઇજા થતાં વિજાપુર વડનગર ના દવાખાના માં સારવાર માટે લઈ જવાયા હતા સારવાર બાદ બન્ને પક્ષોએ સામસામી ફરીયાદ નોંધાવતા લાડોલ પોલીસે આઠ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાલુકા અબાસણા ગામે રહેતા મથુરજી ઉમેદજી ઠાકોર ના ભાણા ના લગ્ન હોવાથી મથુરજી ના ભાઈ અમરતજી ના ઘેર થી મામેરુ નીકળતા તે સમયે ફટાકડા ફોડી રહેલા યુવકોને ગામના ઠાકોર ધૂળાજી મીઠાજી એ ફટાકડા ફોડવા ના પાડી ને ટોળુ કરી માથાના ભાગે ઇજા કરતા વિજાપુર સીવીલ માં સારવાર બાદ પોલીસ મથકે અબાસણા ગામના ધુલાજી મીઠાજી ઠાકોર તેમજ વસંતજી લીલાજી ઠાકોર તેમજ ભરતજી બાબુજી ઠાકોર તેમજ અર્જૂનજી રાજુજી ઠાકોર સામે ગામના મથુરજી ઉમેદજી ઠાકોરે ફરીયાદ નોંધાવી છે ત્યારે સામે પક્ષે કીર્તિજી ચંદુજી ઠાકોર તેમના ઘર આગળ મામેરુ નિકળ્યું હતુ તે દરમ્યાન ભેંસો ના વાડા માં દૂધ દોહી રહ્યા હતા ત્યારે કેટલાક યુવકો મામેરા માં ફટાકડા ફોડી રહ્યા હતા તેઓને ભેંસો ભડકે છે એટલે ફટાકડા દૂર જઇ ફોડવા નું કહેતા દીનેશજી એ ઉશ્કેરાઇ ગમે તેમ બોલી ગડદાપાટુ કરી માથાના ભાગે ઇજા કરતા 108 મારફત વડનગર દવાખાના માં સારવાર માટે લાવવામાં આવ્યા હતા સારવાર બાદ પોલીસ મથકે દીનેશજી શંકરજી ઠાકોર તેમજ ઈશ્વરજી તખાજી ઠાકોર તેમજ અશ્વિનજી ઈશ્વરજી ઠાકોર તેમજ સંજયજી સુરેશજી ઠાકોર સામે કીર્તિજી ચંદુજી એ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે પોલીસે બન્ને પક્ષોની કુલ આઠ સામે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

[wptube id="1252022"]
Back to top button