
વિજાપુર આસ્થા પેટ્રોલ પમ્પ પાસે એસ્કા હેવી મેટલ નજીક મારામારી સામ સામી ફરીયાદ કુલ આઠ જણા સામે ફરીયાદ નોંધાઇ
બન્ને પક્ષોએ સામસામી આપી ફરીયાદ
વિજાપુર તા
વિજાપુર આસ્થા પેટ્રોલ પમ્પ પાસે એસ્કા હેવી મેટલ નજીક ઉછીના આપેલા પૈસા ના મામલે બે કૌટુંબો વચ્ચે મારામારી થતા છ જણા સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે આ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના સોનીવાડા કસ્બા વિસ્તારમાં રહેતા જુબેર અલી શબ્બીર અલી સૈયદ ના ઓ ગરીબ નવાજ સોસાયટીમાં રહેતા રાહીલ ઈલિયાસ ભાઈ મનસુરી પાસે પૈસા માંગતા હોઈ તેઓએ ઉઘરાણી કરતા આસ્થા પેટ્રોલ પમ્પ પાસે આવેલ એસ્કા હેવી મેટલ માં નોકરી કરતા સોયબ સલીમભાઈ સૈયદ પાસેથી લેવાનું કહી એસ્કા હેવી મેટલ કંપની ખાતે બોલાવ્યો હતો જ્યાં પૈસા ની ઉઘરાણી કરતા કર્મચારી સોયબ સૈયદે પોતાના શેઠ સઈદ ભાઈ ગની ભાઈ વ્હોરા સાથે વાત કરવા નું કહી પૈસા છ મહિના બાદ મળશે તેવું કહેતા જુબેર સૈયદે પૈસા છ મહિના નહિ ત્રણ મહિના માં પતાવી આપશો તેવું કહેતા મામલો બીચક્યો હતો જ્યાં સોયબ સૈયદે પોતાના સબંધીઓ ને સ્થળ ઉપર બોલાવતા મોમલો ગરમ બનતા ઉઘરાણી ગયેલા પિતા પુત્ર ને માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપતા જુબેર અલી શબ્બીર અલી સૈયદે સ્થાનીક હોસ્પિટલમાં સારવાર બાદ પોલીસ મથકે પોહચી સૈયદ સોયબ સલીમ ભાઈ તેમજ નોમાન મેકીબ ભાઈ સૈયદ તેમજ નોફીજ મેકીબ ભાઈ સૈયદ તેમજ હિદાયાત ઉર્ફ માજિદ યુનુસ ભાઈ સૈયદ તેમજ સદાક્ત અલી ઉર્ફે મારુફ યુનુસ ભાઈ સૈયદ તેમજ સઈદ ભાઈ ગની ભાઈ વ્હોરા સહિત છ સામે ફરીયાદ નોંધાવી હતી જયારે સામે પક્ષે મોમનવાડા પાસે રહેતા સોયબ અલી સલીમ હુસેન સૈયદે આપેલી ફરીયાદ મુજબ સોયબઅલી સૈયદ પોતે હિંમતનગર રોડ ઉપર આવેલ એસ્કા હેવી મેટલ માં નોકરી કરતા હોઈ તેઓ કંપની માં હાજર હતા તે સમયે જુબેર અલી શબ્બીર અલી સૈયદ તેમજ તેઓનો દીકરો અયાન અલી જુબેર અલી આવી ને કહ્યુ હતુ અગાઉ સદાક્ત અલી એ અગાઉના ઝઘડા માં જુબેર સૈયદ ના સગા વાજીદ ઉર્ફે અમન સૈયદ ઉપર કેસ કરેલ તે કેસ નો સાક્ષી તરીકે તુ ફરી જા નહીતો તને છોડીશ નહિ કહેતા પિતા પુત્રએ ઝઘડો કરી મારમારી ઇજા પોહચડતા સોયબ સલીમ હુસેન સૈયદે પોલીસ મથકે જુબેર અલી શબ્બીર અલી અયાન જુબેર અલી સહિત બે સામે ફરીયાદ નોંધાવી છે પોલીસે બન્ને પક્ષો ની ફરીયાદ નોંધી સાચી હકીકત મેળવવા વધુ તપાસ હાથ ધરી છે





