
આત્મનિર્ભર ભારતનું પ્રતિક વંદે ભારત એક્સપ્રેસનું મહેસાણા રેલ્વે સ્ટેશન ખાતે સ્વાગત સન્માન કરાયું
જોધપુર-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ૯ જુલાઈથી શુભારંભ
સ્વદેશમાં બનેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત આપણા માટે ગૌરવની ક્ષણ-સાંસદશ્રી શારદાબહેન
વત્સલયમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા રેલ્વે સ્ટેશન ખાતે જોધપુર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સ્વાગત પ્રસંગે સંસદશ્રી શારદાબહેન પટેલે જણાવ્યું હતું કે,આધુનિકતા,ગતિ અને સુવિધાના સાથે આ ટ્રેન પ્રવાસ યાત્રિકો માટે રોમાંચક બનાવશે.
સંસદ સભ્યે ઉમેર્યું હતું કે,વંદે ભારત રાષ્ટ્રમાં આત્મનિર્ભરનો પર્યાય બની છે.પ્રધાનમંત્રીશ્રી મેક ઇન ઇન્ડિયા,આત્મનિર્ભર બનવા માટે ટ્રેનનું નિર્માણ કરાવ્યું છે.આ ટ્રેન મુસાફરોને નવો અનુભવ પ્રદાન કરાવશે.આ પ્રસંગે રાજ્યસભાના સંસદ જુગલજી ઠાકોર જણાવ્યું કે,અદ્યતન સગવડોથી યુક્ત,આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ અને અદ્યતન ઝડપ ધરાવતી આ વંદે ભારત ટ્રેન છે.આ ટ્રેન દેશના વિકાસને સૂચિત કરે છે.
કેન્દ્રીય રેલવે સમિતિના સભ્ય ગીરીશભાઈ રાજગોરે જણાવ્યું હતું કે,વંદે ભારત એક્સપ્રેસ નવા ભારતની નવી સફર છે.૧૬૦ કિ.મીની સ્પીડ સાથે ટક્કર વિરોધી કવચયુક્ત છે.આ ટ્રેન માં ૩૬૦ ડિગ્રી ફરવા વાળી બેઠકના કારણે આરામદાયક પ્રવાસ કરી શકો છો.આ ઉપરાંત દિવ્યાંગજનો સહિત સુરક્ષાની તમામ વ્યવસ્થાઓ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે,વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી સાંજે ૧૬:૪૫ કલાકે ઉપડી મહેસાણા ખાતે ૧૭:૩૩ કલાકે પહોચશે અને જોધપુર ૨૨:૫૫ કલાકે પહોંચશે.તેવી જ રીતે જોધપુરથી સવારે ૫:૫૫ કલાકે ઉપડી મહેસાણા ખાતે ૧૦:૪૯ કલાકે પહોચશે મહેસાણા ખાતે આવેલ વંદે ભારત એક્સપ્રેસનું જનપ્રતિનિધિઓ,પદાધિકારીઓ, અધિકારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે ધારાસભ્ય સર્વે મુકેશભાઈ પટેલ અને સરદારભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
મહેસાણા રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સ્વાગત કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશ,જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદ પરમાર,કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી,બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,રેલવેના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ,રેલવે કર્મીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.





