MEHSANAVIJAPUR

જનરલ ઓબ્ઝર્વરએ ર૬-વિજાપુર વિધાનસભા મતદાર વિભાગના મોડેલ મતદાન મથક, PWD મતદાન મથક અને સખી મતદાન મથકની મુલાકાત લીધી

જનરલ ઓબ્ઝર્વર આદિત્ય નેગીની અધ્યક્ષતામાં ર૬-વિજાપુર વિધાનસભા મતદાર વિભાગના હરીફ ઉમેદવારોની બેઠક યોજવામાં આવી

જનરલ ઓબ્ઝર્વર આદિત્ય નેગીની અધ્યક્ષતામાં ર૬-વિજાપુર વિધાનસભા મતદાર વિભાગના હરીફ ઉમેદવારોની બેઠક યોજવામાં આવીજનરલ ઓબ્ઝર્વરએ ર૬-વિજાપુર વિધાનસભા મતદાર વિભાગના મોડેલ મતદાન મથક, PWD મતદાન મથક અને સખી મતદાન મથકની મુલાકાત લીધી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મામલતદાર કચેરીખાતે જનરલ ઓબ્ઝર્વર આદિત્ય નેગીની અધ્યક્ષતામાં ર૬- વિધાનસભા મતદાર વિભાગના હરીફ ઉમેદવારોની બેઠક યોજવામાં આવી હતી .આ બેઠકમાં ઉમેદવારોને આદર્શ આચારસંહિતાનું પાલન કરવું, ખર્ચ અંગેના હિસાબો નિયમિત રીતે નિભાવી સમયસર રજૂ કરવા, સભા સરઘસ, રેલી વિગેરેની પરવાનગી મેળવવા જેવી ચૂંટણીની વિવિધ પ્રક્રિયાઓથી અવગત કરી જરૂરી સૂચના આપવામાં આવી હતી.આ ઉપરાંત જનરલ ઓબ્ઝર્વર દ્વારા ર૬- વિધાનસભા મતદાર વિભાગના (૧) મોડેલ મતદાન મથક નંબર ૧૯૭-વિજાપુર (ભાવસોર)-૪, (૨) PWD મતદાન મથક નંબર ૨૦૫-વિજાપુર (આનંદપુરા)-૧ તથા (૩) સખી મતદાન મથક નંબર ૨૩૧-સંધપુર(સાંકાપુરા)-૩ મતદાન મથકોની પણ મુલાકાત લેવામાં આવી હતી.મામલતદાર જે.એસ પટેલ તેમજ આર. જે. શાહ ચૂંટણી અધિકારી ૨૬-વિજાપુર વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયુ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button