MEHSANAVIJAPUR

વિજાપુર ગરીબ નવાજ સોસાયટી આઇઆરસી કોલીની માં રહેતા યુવકને મોબાઈલ ચોરીના ગુના માંથી અદાલતે મુક્ત કર્યા

વિજાપુર ગરીબ નવાજ સોસાયટી આઇઆરસી કોલીની માં રહેતા યુવકને મોબાઈલ ચોરીના ગુના માંથી અદાલતે મુક્ત કર્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ઋષિકેશ માં રહેતા હરેશભાઇ સુથારે પોતાના મોટા બાપા ના દીકરા ના ઘેર રસોડા માં મૂકેલો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ ગયા ની 10 મહિના અગાઉ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે કરેલી તપાસ માં મોબાઈલ ફોન પઠાણ અબ્દુલ ગની અબ્બાસ ભાઈ રહે ગરીબનવાજ સોસાયટી આઇઆરસી કોલોની વાળા પાસેથી મળી આવતા પોલીસે અટકાયત કરી કાર્યવાહી કરી હતી .જે કેસ એડી.ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ધર્મેન્દ્ર કુમાર અશોકભાઈ પટેલની અદાલતમાં ચાલી જતા ફરીયાદ પક્ષની તેમજ આરોપી પક્ષના વકીલો ની દલીલો સાંભળ્યા બાદ આરોપી અબ્દુલ ગની અબ્બાસ મીયા પઠાણ ને ભારતીય દંડ સંહિતા ની કલમ -379 હેઠળ શિક્ષાપાત્ર ગુના માંથી ક્રીમીનલ પ્રોસીજર કોડ ની કલમ- 248(1)અન્વયે પુરાવા ના અભાવે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે.અને આરોપી ને મોબાઈલ ચોરીના ગુના માંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આરોપી તરફે વકીલ એમ ટી સૈયદ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button