MEHSANAVIJAPUR

વિજાપુર સર્વોદય ખાદી માઢી આશ્રમ ના સ્થાપક રામુભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયુ

વિજાપુર સર્વોદય ખાદી માઢી આશ્રમ ના સ્થાપક રામુભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયુ
ખાદીના ભીષ્મપિતા તરીકે તાલુકામાં ઓળખ ઉભી કરનાર રામુભાઈ પટેલ ની પ્રતિમા ખુલ્લી મુકાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા મથક નું સર્વોદય ખાદી માઢીઆશ્રમ ખાતે ખાદીના ભીષ્મપિતા રામુભાઈ પટેલની પ્રતિમા નું આ અનાવરણ વિધીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પીકે લેહરી પૂર્વ મુખ્ય સચિવ ગુજરાત રાજ્ય શ્રી સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી સદવિચાર તેમજ સાહિત્યકાર કેળવણીકાર રઘુવીર ચૌધરી તેમજ ધારાસભ્ય માલજી ભાઈ દેસાઈ તેમજ મિહિરભાઈ જોશી તેમજ જીવીબા તેમજ ડો એકે પટેલ પૂર્વ સાંસદ સભ્ય તેમજ મફતલાલ પટેલ તેમજ શામજી ભાઈ ગોર સહીત મહાનુભાવો ઉપસ્થિત રહયા છે આ અંગે પીકે લેહરીએ જણાવ્યું હતુંકે રામુભાઈ પટેલ રાષ્ટ્ર પિતા ગાંધીજી એ અપનાવેલ ખાદી ને સમગ્ર ગુજરાત ફેલાવો કરતા તેમજ ચરખા વડે ખાદી ના કાપડ વેગવંતુ કર્યું હતુ તેઓ સમાજના લોકો માટે એક આદર્શ વ્યક્તિત્વ પુરુ પાડ્યુ છે તેઓએ સર્વોદય ખાદી ગ્રામ ઉધોગની સ્થાપના કરી લોકોને રોજગારી પુરી પાડી છે તેઓ એક સેવક તરીકે ફક્ત ખાદી ને પ્રોત્સાહન આપ્યુ છે તેવુ નથી ગ્રામ ભારતી ખાતે કુષ્ઠ રોગો થી પીડાતા દર્દીઓની પણ સેવા કરી છે તેઓ એક આદર્શ પુરુષ તરીકે જીવન જીવ્યા છે જે પ્રતિમા નું અનાવરણ કરાયુ છે તેમના જીવન ઉપર થી ઘણુ આજના યુવાનોએ શીખવા જેવું છે કાર્યક્રમ નું સંચાલન શામજી ભાઈ ગોર તેમજ આચાર્ય ભાવેશભાઈ પટેલ દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું આ આ કાર્યક્રમમાં સર્વોદય પરિવાર ના સમસ્ત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button