MEHSANAMEHSANA CITY / TALUKO
શ્રી વઢીયારી પ્રજાપતિ સમાજ દ્વારા ૨૧ મો ઈનામ વિતરણ- સ્નેહમિલાન સમારોહ યોજયો.

૫૧ વખત બ્લડ ડોનેશન કરનાર કિરીટભાઈ પ્રજાપતિનું સન્માન પ્રમુખ બચુભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું.
મહેસાણાના લાખવડી ભાગોળના નાકે આવેલ વિરચંદ કરમચંદની વાડી ખાતે તા.૩/૧૨/૨૦૨૨૩ ને રવિવાર ના રોજ સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી પ.પૂજ્ય સંતશ્રી ભરતપુરી બાપુ ગુરૂશ્રી હીરાપુરીબાપુ જનસેવા આશ્રમ મોટી ચંદુરની પાવન નિશ્રામાં ઉદ્દઘાટક મુકેશભાઈ પટેલ મહેસાણાના ધારાસભ્ય,મુખ્ય મહેમાન ગં.સ્વ.નર્મદાબેન એમ.પ્રજાપતિ, ગં.સ્વ.ગોદાવરીબેન ડી.પ્રજાપતિ, આમંત્રિત મહેમાન-આજીવન ભોજન દાતા સ્વ.દલુભાઈ જી. પ્રજાપતિ પરિવારના ગોદાવરીબેન પ્રજાપતિ એકલવા,સ્વ. જયંતીભાઈ એચ.પ્રજાપતિ પરિવારના ચિરાગ પ્રજાપતિ સરવાલ, સ્વ.કાંતિલાલ એસ. ઓઝા પરિવારના જયશ્રીબેન, પ્રજાપતિ, લક્ષમણભાઈ એસ. પ્રજાપતિ ઓઢવા, ગોરધનભાઈ એચ.પ્રજાપતિ આણંદની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ. બાલિકાઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું જ્યારે પ્રમુખ બચુભાઈ એચ. પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી દાતાઓ તથા પધારેલ મહેમાનોને મંડળ દ્વારા પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.ઈનામ લેનાર ૩૯૬ વિધાર્થીઓને કિરીટકુમાર ઓઝા ઉમાકાન્ત પરિવાર, અલકાબેન પી.પ્રજાપતિ સાંકરા,ગં.સ્વ.ગોદાવરીબેન ડી. પ્રજાપતિ એકલવા,ઈશ્વરભાઈ એસ.પ્રજાપતિ ભલાણા, જગદીશભાઈ આર.ઓઝા રાધનપુર, કરશનભાઈ ટી.પ્રજાપતિ કમાલપુર,બબાભાઈ જી.પ્રજાપતિ સરવાલ, દલસુખભાઈ જે. પ્રજાપતિ પીપલાણા,અલ્પાબેન હાર્દિકભાઈ પ્રજાપતિ સહિત પ્રજાપતિ સમાજના વડીલોએ ઈનામ તેમજ રોકડ રકમ આપી પ્રોત્સાહન કરેલ.ત્યારે સ્વ.ઉમિયાબેન કાંતિલાલ ઓઝા પરિવારના પુષ્પાબેન કિરીટકુમાર ઓઝા તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવેલ..બ્લડ ડોનેશન કીટ સ્વ.પરસોત્તમભાઈ બી.પ્રજાપતિ પરિવાર તથા આશ્વાસન ઈનામ ગં.સ્વ.ગોદાવરીબેન ડી.પ્રજાપતિ હારિજા પરિવાર એકલવા તરફથી આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ.પૂજ્ય ભરતપુરી બાપુએ જણાવેલ કે જુના રૂઢિચુસ્ત રિવાજમાંથી બહાર આવી વ્યસનોથી દૂર રહી બાળકોને સારા સંસ્કારો આપો.પ્રજાપતિ સમાજના બાળકો ભણી ગણી ખૂબ ખૂબ પ્રગતિ કરે માતા પિતાનું નામ રોશન કરે કન્યાઓને ભણાવી-ગણાવી ઉચ્ચ ડ્રીગ્રી પ્રાપ્ત કરવી સારી નોકરી મેળવે સાથે સાથે જણાવેલ કે આપણે દક્ષ પ્રજાપતિના વંશજ છો,આદિ -અનાદિથી અઢારેય વર્ણ પ્રજાપતિના ઘેર ઉતારો લેવાનુ પસંદ કરે છે.પ્રજાપતિ સમાજ વ્યસનોથી દૂર રહી,જાત મહેનત કરી પેટીયું રળે છે તેનું મને ગૌરવ છે.આ અવસરે પરેશભાઈ પ્રજાપતિ વકીલ, નિમેષભાઈ પ્રજાપતિ,રાયમલભાઈ પ્રજાપતિ, નવીનભાઈ ઓઝા,આનંદભાઈ પ્રજાપતિ,શ્રી વઢીયારી પ્રજાપતિ મહિલા વિકાસ મંડળની બહેનો સહિત તેમની ટીમે સારી સેવા પૂરી પાડી હતી.ત્યારે શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ,શ્રી ઉત્તર ગુજરાત આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ અમદાવાદ ના પ્રમુખ ઈશ્વરભાઈ પ્રજાપતિ,કાંકરેજ તાલુકા પ્રેસરિપોર્ટર નટવર.કે.પ્રજાપતિ થરા,થરા શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ,કાંતિભાઈ પ્રજાપતિ સહિત પ્રજાપતિ સમાજ ના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કૌશિકભાઈ એન.પ્રજાપતિ રૂગનાથપુરા તથા સ્ટેજ સંચાલન મંત્રી પરેશભાઈ પ્રજાપતિ (વકીલ)એ કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]