MEHSANAVIRPUR

વિજાપુર આનંદપુરા સીમ માં સિંગલ બેરલ વાળી બંદૂક સાથે ઇસમ ને એસઓજી પોલીસે ઝડપી ફરીયાદ નોંધાવી

વિજાપુર આનંદપુરા સીમ માં સિંગલ બેરલ વાળી બંદૂક સાથે ઇસમ ને એસઓજી પોલીસે ઝડપી ફરીયાદ નોંધાવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આનંદપુરા સીમ માં સિંગલ બેરલ વાળી બંદૂક સાથે ફરતો હોવાની એસઓજી પોલીસ ને મળેલી બાતમી ના આધારે એક 60 વર્ષીય ઇસમને ઝડપી પાડી પોલીસ મથકે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો માંથી મળતી માહીતી મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એટીએસ લગત ચાર્ટર ગુનાઓ રોકવા અસરકારક કામગીરી કરવા ની એસસઓજી પોલીસ ને સૂચના મળતા વિજાપુર તરફ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું તે દરમ્યાન બાતમી મળી હતી કે આશ્રમ ચોકડી થી આનંદપુરા હાઈવે ઉપર એક નાળા વાળી બંદૂક સાથે આમતેમ ફરી રહ્યો છે. એસઓજી પોલીસે તપાસ કરતા આશ્રમ ચોકડી આનંદપુરા વચ્ચે આવેલ તળાવ ની ઝાળીઓ પાસેથી સિંધી સુમાર ભાઈ ઇસ્માઇલ ભાઈ ને સિંગલ બેરલ વાળી બંદૂક કિંમત રૂપિયા 2000/-ની સાથે ઝડપી લઇ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button