
વિજાપુર પોલીસ મથકે નોંધાયેલા ગુના નો નાસતો ફરતો આરોપી ને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પોલીસ મથકે નોંધાયેલ ગુનાનો નાસતો ફરતો આરોપીને એસઓજી પોલીસે અમદાવાદ ચાંદખેડા ખાતેથી ઝડપી પાડી પોલીસ મથકે હાજર કરવામાં આવ્યો હતો જ્યાં થી તેને કોર્ટમાં હાજર કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેહેરાવાસણ રહેતા મિલાપ પંડ્યા સામે પોલીસ મથકે ઇપીકો કલમ ૫૦૪ ,૫૦૬(૨), ૫૦૭ મુજબ ગુનો નોંધાયો હતો તે સબબ આરોપી મિલાપ હર્ષદ ભાઈ પંડ્યા નામનો યુવક છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો જીલ્લા પોલીસ અધિક્ષક ની આપેલ સૂચના મુજબ એસઓજી પોલીસે હ્યુમન સોર્સ ના આધારે ખાનગી બાતમી મેળવી આરોપી મિલાપ પંડ્યા ને અમદાવાદ પ્રશ્વનાથ નગર પદ્મ પ્રભુ સોસાયટી ચાંદખેડા બાજુએથી ઝડપી પાડીને પોલીસ મથકે હાજર કરી કાયદેસર ની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી





