સાબરકાંઠા જિલ્લામાં વ્હાલી દિકરી યોજનાના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના(વિધવા)લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ કઢાવવા બાબત
*સાબરકાંઠા જિલ્લામાં વ્હાલી દિકરી યોજનાના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના(વિધવા)લાભાર્થીઓને
આયુષ્યમાન કાર્ડ કઢાવવા બાબત*
============
સાબરકાંઠા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વ્હાલી દિકરી યોજનાના કુલ.૩૩૯- લાભાર્થીઓને મંજુરી મળેલ છે. આ તમામ લાભાર્થીઓના ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં આયુષ્યમાન કાર્ડનો લાભ આપવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.આયુષ્યમાન કાર્ડની યોજના હેઠળ લાભાર્થીને રૂ.૧૦ લાખની મર્યાદામાં વિનામૂલ્યે આરોગ્ય લક્ષી સારવાર આપવામાં આવે છે.વ્હાલી દિકરી યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેંદ્ર, ગ્રામ પંચાયત કચેરી ના વીસીઈનો અને શહેરી વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે. વ્હાલી દિકરી યોજના હેઠળ લાભાર્થી દિકરીને ૧૮ વર્ષ પૂર્ણ થાય ત્યા સુધી તબક્કાવાર ૧,૧૦,૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે. આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે તેઓએ આધારકાર્ડ, રેશનકાર્ડ, દિકરીનો જન્મનો દાખલો, આવકનો દાખલો લઇ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા ગ્રામ પંચાયતના વીસીઇનો તાત્કાલીક સંપર્ક કરવાનો રહેશે.આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં કોઇ મુશ્કેલી જણાય તો જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ૯૨૨૭૮૯૮૯૩૬ પર સંપર્ક કરી શકાશે.
સાબરકાંઠા જિલ્લામા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના અંતર્ગત કુલ.૩૧૧૯૪/- લાભાર્થીઓને મંજુરી મળેલ છે. આ તમામ લાભાર્થીઓના હવેથી આયુષ્યમાન કાર્ડનો લાભ આપવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. એમ મહિલા અને બાળ વિકાસ અધિકારી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જયંતિ પરમાર સાબરકાંઠા