
વડનગર ખાતે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજીત સાતમો રક્તદાન કેમ્પ યોજાયો
દર મહિનાના ત્રીજા શુક્રવારે રક્તદાન કેમ્પ દ્વારા રક્ત એક્ત્રીત કરવાની જિલ્લા કલેકટરની અનોખી પહેલ
વડનગરની આજુબાજુના અંતરીયાળ વિસ્તારમાં રક્તની અછત દુર કરવા માટે તંત્રનો સરાહનીય પ્રયાસ
આરોગ્ય કર્મયોગીઓ દ્વારા રકતદાન કરી 51 બોટલ રક્ત એકત્રિત કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ વડનગરના સહયોગથી હોસ્પિટલ ખાતે સાતમો રક્તદાન કેમ્પ યોજાયો હતો. જિલ્લા કલેકટર એમ નાગરાજન અગ્રણી સોમાભાઈ મોદીએ બ્લડ ડોનેશન કેમ્પમાં પ્રેરક હાજરી પુરાવી અને રક્તદાતાઓનું બહુમાન કર્યું હતું તેમ જ તેમને બિરદાવ્યા હતા.
કલેકટર એમ નાગરાજન બ્લડ ડોનેશન કેમ્પ ની મુલાકાત માં રક્તદાતા ઓને બિરદાવતા આ અમૂલ્ય મહાદાન રક્તદાન માં આપેલા યોગદાન માટે સૌનો આભાર પણ માન્યો હતો. ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર એમ.નાગરાજનના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બાળ મરણ અને માતા મરણમાં ઘટાડો થાય તે માટે વડનગરની આજુબાજુના અંતરિયાળ વિસ્તારમાં રક્તની અછત નિવારણના ઉદ્દેશ સાથે રક્તદાન કેમ્પની અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ વડનગરના સહયોગથી દર મહિનાના ત્રીજા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત સાતમા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું .સાતમા રક્તદાન કેમ્પમાં 51 બોટલો રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરની પ્રેરણાથી વડનગર ખાતે 17 ફેબ્રુઆરી,17 માર્ચ અને 21 એપ્રિલ અને 19 મે અને 16 જુન અને 21 જુલાઇનના રોજ રક્તદાન કેમ્પ યોજાયા હતા. 17 ફેબ્રુઆરીના રોજ જિલ્લા કલેકટર એમ.નાગરાજને રક્તદાન કરી રક્તદાતાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા.સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી એ રક્ત દાન કેમ્પ ની કામગીરી ને બિરદાવી માનવતા નું ઉત્તમ કાર્ય થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.
આ રકતદાતાઓ , હોસ્પિટલના તબીબો તેમજ આરોગ્ય કર્મીઓ સાથેવડનગર શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા





