
વિજાપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પરેશ પટેલ બહુમતી થી ચૂંટાયા
કોંગ્રેસના લવજીભાઈ ચૌધરીને મળ્યા સાત મત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયત ના પ્રમુખ ભાવિક પટેલે રાજીનામુ આપ્યા બાદ પ્રમુખ ની ખાલી પડેલી જગ્યા માટે તાલુકા વિકાસ અધિકારી જીલ્લા ચૂંટણી અધિકારી ની ઉપસ્થિતિ માં તાલુકા પંચાયત ના હોલમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં પંચાયત ના કુલ 28 સભ્યો માંથી 24 સભ્યો હાજર રહ્યા જેમાં ભાજપના 17 અને કોંગ્રેસના 7 સભ્યો ની હાજરીમાં પ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કોંગ્રેસ પક્ષ દ્વારા લવજીભાઈ વેલજી ભાઈ ચૌધરીએ નામાંકન પત્ર ભર્યું હતું જ્યારે ભાજપ તરફથી પરેશભાઈ ત્રિકમભાઇ પટેલે નું ભાજપ દ્વારા અપયેલા મેન્ડેટ પ્રમાણે નામાંકન પત્ર ભર્યું હતુ જેમાં પરેશભાઈ પટેલને 17 મતો મળ્યા હતા જ્યારે કોંગ્રેસના લવજીભાઈ ચૌધરી ને 7 મતો મળતા પરેશભાઈ પટેલ ને ચૂંટાયેલા જાહેર કરવામાં આવતા ભાજપના કાર્યકરો માં ભારે ઉત્સાહ જણાયો હતો પ્રમુખ પદ નો ચાર્જ સંભાળતા પરેશ ભાઈ પટેલે જણાવ્યું હતુંકે તાલુકા પંચાયત ના નવા મકાન નું તેમજ પડતર પ્રશ્નો નો સત્વરે ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે તેમજ અરજદારો ને પડતી મુશ્કેલીઓ નો નિવારણ લાવવા અને બાકી રહી ગયેલા અન્ય વિકાસ ના કામો હાથ ધરવા માં આવશે





