MEHSANAVIJAPUR

વિજાપુર ગવાડા પ્રાથમિક કન્યા શાળામાં STEM કાર્યશાળાનું આયોજન કરાયુ

વિજાપુર ગવાડા પ્રાથમિક કન્યા શાળામાં STEM કાર્યશાળાનું આયોજન કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગવાડા પ્રાથમિક કન્યા શાળા માં STEM કાર્યશાળા નું આયોજન શાળા ના સીઆરસી તેમજ બીઆરસી દ્વારા કરવામાં આવ્યુ હતુ જેમાં વિક્રમભાઈ સારાભાઇ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) , ઇન્ટેલ ઇન્વોલ્વ્ડ-સોશિયલ ઇનિશિયેટિવ કોન્ટેસ્ટ 2022-2023ના ભાગરૂપે આસપાસની શાળાઓમાં મર્યાદિત સગવડ ધરાવતી કન્યાઓ માટે નવિનતમ ટેક્નોલોજીને લગતી STEM કાર્યશાળા કરી રહ્યું છે. તે અંતર્ગત ગવાડા પ્રાથમિક કન્યા શાળામાં તા-23/02/2023 અને 24/02/2023 એમ દિવસીય કાર્યશાળામાં ઈલેક્ટ્રોનિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, 3D પ્રિન્ટિંગ અને ડિઝાઈનિંગ તથા રોબોટિક્સ પર વિવિધ ડેમોન્સ્ટ્રેશન અને હેન્ડ-ઓન પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. જેમાં ધોરણ 6-8ની 60 વિદ્યાર્થીનીઓ અને ૩ શિક્ષકોએ આ તાલીમમાં ભાગ લીધો હતો આ ઇન્ટરેક્ટિવ વર્કશોપમાં સામેલ થવાથી અભ્યાસક્રમ-આધારિત STEM વિભાવનાઓની સમજ વિકસાવવામાં, શીખવાની અંતરને દૂર કરવામાં અને સહયોગ, પ્રયોગ, અવલોકન, વિવેચનાત્મક વિચારસરણી, સર્જનાત્મકતા, નવીનતા, એપ્લિકેશન અને સમસ્યાનું નિરાકરણ જેવી આવશ્યક કુશળતા વિકસાવવામાં વિદ્યાર્થીનીઓને મદદ મળશે અને દિમાગી કુશળતા બહાર લાવી શકશે જેને લઇને કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યુ હતુ

[wptube id="1252022"]
Back to top button