MEHSANAVIJAPUR

વિજાપુરના માણેકપુરા ડાભલા ચૌધરી પરિવાર ના ૪ વ્યક્તિ નું મોત

વિજાપુરના માણેકપુરા ડાભલા ચૌધરી પરિવાર ના ૪ વ્યક્તિ નું મોત

(કેનેડાથી અમેરિકા ના જળ માર્ગે બોટ પાણીમાં પલટી ખાઈ જવા ની ઘટના માં એક જ પરિવારના ચાર જણા એ જીવ ગુમાવ્યું)
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ડાભલા ના માણેકપુરા ગામના અને હાલ કેનેડા સ્થિત ચૌધરી પરિવારના ચાર લોકોનો પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું છે જે સૂત્રો ના હવાલાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હાલ કેનેડા ખાતે રહેતા અને મહેસાના જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ડાભલા ના વતની પ્રવીણભાઈ વેલજીભાઈ ચૌધરી ૫૦ વર્ષ તેમજ દક્ષાબેન પ્રવીણભાઈ ચૌધરી ૪૫ વર્ષ,તેમજ વિધિબેન પ્રવીણભાઈ ચૌધરી ૨૩ વર્ષ, તેમજ મિત કુમાર પ્રવીણભાઈ ચૌધરી ૨૦ વર્ષ, કેનેડા થી ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના નદીના માર્ગે હોડી માં બેસીને જઈ રહ્યા હતા ત્યારે ત્યાંનું હવામાન ખરાબ હોવાના કારણે અચાનક હોડી પાણીમાં ડૂબી ગઈ હતી જેથી લઈને એક જ પરિવારના ચારેય લોકોનું મોત નીપજ્યું હતું સમાચાર સાચા ખોટા ને લઈને તાલુકા સ્થિત તેમના ભાઈ એ મળેલા મોતના સમાચાર ની ખરાઈ કરી હતી જોકે પરિવાર કેનેડા જવા નીકળ્યો હતો અને અમેરિકા જવા જળ માર્ગે નીકળ્યા હતા જોકે હવામાન ખરાબ હોવાથી બોટ પલ્ટી પડતા પરિવાર ના ચાર લોકોનું મોત નીપજ્યું હતું મૃતકો વતન લાવવા માટે ની કાર્યવાહી હાથ પરિવાર દ્વારા ધરાઈ છે જ્યારે ચૌધરી સમાજ ના લોકોમાં બનાવના ના પગલે શોક મગ્ન બન્યો હતો

[wptube id="1252022"]
Back to top button