
વિજાપુર સાંથ બજાર હૈદરી ચોક માં શાકભાજી વેચાણ કરતા બજારમાં ખિસ્સા કાતરૂઓનો ઉપદ્રવ
વારંવાર શાકભાજી ખરીદ કરતી મહિલા નું પાકીટ મોબાઈલ સહિત ચીજવસ્તુ ઓ ની ચોરીઓ
અગાઉ મોબાઈલ અને પાકીટ ની ચોરી ની ફરીયાદ નોંધાયા બાદ ફરી ચોરી થતા મહિલાઓ માં ગભરાટ
વિજાપુર તા
વિજાપુર શહેરમાં હૈદરીચોક સાંથ બજાર વિસ્તાર માં ભરાતા શાકભાજી ના ભરચક બજારમાં છેલ્લા ઘણા સમયથી ખિસ્સા કાતરૂઓ નો ઉપદ્રવ વધતા શાકભાજી ખરીદવા આવેલી મહિલાઓ માં ગભરાટ ફેલાયો છે આ અંગે બુધવાર ના રોજ વહેરાવાસન મહોલ્લાહ માંથી શાકભાજી ની લારી ઉપર થી શાકભાજી ખરીદી કરતા હતા તે સમયે એક અજાણી મોઢા ઉપર દુપ્પટો બાંધેલી યુવતી થેલી માં મૂકેલો પાકીટ તેમજ ચીજવસ્તુઓ થેલી ને કાપી લઈ જતા બજારમાં ભારે કોલાહલ મચી જવા પામ્યો છે આવા બનાવ અટકાવવા માટે અગાઉ એક મહિલા એ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી ત્યારબાદ લોકો ને આશા હતી કે પોલીસ આ વખતે ખિસ્સા કાતરતી ગેંગ ને ઝડપી પાડશે પરંતુ હજુસુધી પોલીસે આ બનાવ ને પગલે કોઈ કાર્યવાહી નહીં થતા ફરીથી ખિસ્સા કાતરું બેફામ બનતા મહિલાઓ માં ઉકરાટ ફેલાયો છે આ બનેલ બનાવ ને પગલે મહિલા પોલીસ મથકે પોહચી આવા ખિસ્સા કાતરું ઓ ને ઝડપી પાડવા માંગ પણ કરી હતી જોકે પોલીસે મહિલાને શાંત્વ શાંત આપ્યો હતો અને મહિલા દ્વારા હાથ માની થેલી નો ભાગ કાપી ને કોઈ અજાણી યુવતી હાથ ફેરો કરી ગઈ હોવાની જાણ કરવામાં આવતા પોલીસ સક્રિય બની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે હાલમાં ખિસ્સા કાતરવા ના બનતા બનાવો ને પગલે મહિલાઓ માં ભારે ગભરાટ નો માહોલ ઉભો થવા પામ્યો છે