
ઉધોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે મા બહુચરના દર્શન કરી ધન્યતા અનુંભવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
નાગરિક ઉડ્ડયન અને શ્રમ રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે ચૈત્રી નવરાત્રીના આઠમના પવિત્ર દિવસે મા બહુચરના દર્શન કરી ધન્યતા અનુંભવી હતી. તેમજ મંત્રીશ્રી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.મંત્રીએ બેચરાજી મંદિર પરીસરમાં વિવિધ સ્થળોની મુલાકાત કરી નીરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત મંદિરના પરીસર સહિત તળાવ તેમજ પરીસરમાં આવેલ પવિત્ર સ્થળોની મુલાકાત કરી ચર્ચા કરી સૂચનો કર્યા હતા ઉત્તર ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીનો સુગ્રંથિત વિકાસ બાબતે વિગતે ચર્ચા કરાઇ હતી. લાખો શ્રદ્ધાળુઓના પ્રતીક સમા માં બહુચરના ધામ ખાતે યાત્રાળુઓને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ છે. બહુચરાજી તીર્થધામનો વિકાસ થાય તે માટે વિગતે ચર્ચા કરાઇ હતી.બહુચરાજી શક્તિપીઠ પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક રીતે અતી મહત્વના શક્તિપીઠ છે જેમાં આવનારા શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ વધુને વધુ સારી વ્યવસ્થાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે વિગતે ચર્ચા કરાઇ હતી આ પ્રસંગે,જિલ્લા કલેકટર એમ નાગરાજન, ગુજરાત યાત્રાધામ બોર્ડના સચિવ આર.આર.રાવલ ધારાસભ્ય સુખાજી ઠાકોર,પ્રાન્ત અધિકારી કડી સહિત સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





