
વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ની લાડોલ જીલ્લા પંચાયતની બેઠક ઉપરથી કોંગ્રેસ પક્ષ માંથી જીલ્લા પંચાયત ના સદસ્ય તરીકે ચૂંટાયેલા જીલ્લા પંચાયત માં વિરોધ પક્ષના નેતા તરીકે હર્ષદ પટેલને તાત્કાલિક અસરથી કોંગ્રેસ પક્ષ માંથી દુર કરવામાં આવતા જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી વિજય પટેલને ગેરશિસ્ત બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવતા સ્થાનીક રાજકારણ માં ભારે ગરમી ઉભી થવા પામી છે વિજય પટેલ તેમજ હર્ષદ પટેલ ને આગામી લોક સભાની ચૂંટણી ના આયોજન રૂપ બેઠકો શરૂ થાય તે પહેલાં પક્ષને નુકશાન કરે તે પહેલાં બન્ને નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે બંને કોંગ્રેસના નેતા ને હોદ્દાઓ ઉપરથી દૂર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ શિસ્ત સમિતિના સભ્ય બાલુભાઈ પટેલએ જણાવ્યું હતું જીલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા હર્ષદ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રીશ્રી વિજય પટેલ દ્વારા પક્ષને તોડવા માટે કોંગ્રેસ માંથી ભાજપ માં જઈ રહેલા કોંગ્રેસના ધારાસભ્ય ચતુરજી ચાવડા ને મદદરૂપ બનવા માટે કોંગ્રેસના કાર્યકરો ને તોડવા માટે ખાનગી મીટીંગો કરતા હોવાનું જણાતા પક્ષને વધુ નુકસાન કરે તે પહેલાં બંને કોંગ્રેસના આગેવાનો ને પક્ષ અને હોદ્દાઓ ઉપર થી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેને લઈને સ્થાનીક રાજકારણમાં ભારે હડકમ્પ મચી જવા પામી છે.