
વિજાપુર ખરોડ ની શ્રીમતી એબી પટેલ સર્વોદય વિદ્યા મંદિર શ્રી જીએન પટેલ ઉચ્ચતર વિદ્યા મંદિર ખાતે ધોરણ 10 અને 12 નો વિદાય તેમજ શિક્ષક નો વિદાય સભારંભ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખરોડ ગામે આવેલ શ્રીમતી એબી પટેલ સર્વોદય વિદ્યા મંદિર તેમજ શ્રી જીએન પટેલ ઉચ્ચતર વિદ્યામંદિર ખાતે શાળામાં વિદાય લેતા શિક્ષક સુરેન્દ્રસિંહ ચૌહાણ તેમજ શાળામાં અભ્યાસ કરતા ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ નો વિદાય સભારંભ યોજાયો હતો શાળામાં વિદાય લઈ રહેલા નિવૃત શિક્ષક સુરેન્દ્રસિંહે શાળામાં આપેલી સેવાઓ ની યાદો તાજી કરવામાં આવી હતી જ્યારે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ પોતાના જીવનમાં સફળ થાય અને ખૂબ પ્રગતિ કરે તેવા શુભ આર્શીવાદ શાળાના ગુરુ જનો એ પાઠવ્યા હતા આ પ્રસંગ માં મુખ્ય અધ્યક્ષ તરીકે મનુભાઈ ચોકસી પૂર્વ શિક્ષણ સમિતિ જીલ્લા પંચાયત ના ચેરમેન તેમજ પટેલ વિષ્ણુ ભાઈ રાવજી ભાઈ તેમજ રાઠોડ દિલીપભાઈ તેમજ વિનોદભાઇ રાવળ તેમજ હસમુખસિંહ રાઠોડ તેમજ સંજયભાઈ પટેલ જગતસિંહ મકવાણા સહિત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય તેમજ શિક્ષક મિત્રોએ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું





