
જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશ દ્વારા મંડાળી શાળાનાં બાલુડાઓનો હર્ષભેર પ્રવેશ કરાવવામાં આવ્યો
મહિલા સશક્તિકરણના મૂળમાં મહિલા સાક્ષરતા રહેલી છે-જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશ
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની સાથે સાથે બાળકોનાં સ્વાસ્થ્યની તપાસ પણ કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશ દ્વારા મંડાળી શાળાનાં બાલુડાઓનો હર્ષભેર પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે,શાળા પ્રવેશોત્સવ થકી સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે.વિશેષ કરીને મહિલા સાક્ષરતાના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો થયો છે.જે દેશમાં મહિલા સાક્ષરતા વધારે છે એ દેશના અર્થ તંત્રમાં મહિલાઓનું યોગદાન પણ વધારે છે.
આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશે કહ્યું હતું કે,મહિલા સશક્તિકરણના મૂળમાં મહિલા સાક્ષરતા રહેલી છે.મહિલા સશક્ત થવાથી બાળ મૃત્યુદર,મહિલા મૃત્યુદરમાં ઘટાડો થશે તેમજ રોગોનું પ્રમાણ પણ ઘટશે.
આ અવસરે શાળાનાં તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.શાળાનાં પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.તેમજ શાળાનાં સ્માર્ટ રૂમ અને કોમ્યુટર રૂમની મુલાકાત લીધી હતી.આ ઉપરાંત શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે ચર્ચા પણ કરી હતી.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની સાથે સાથે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બાળકોનાં સ્વાસ્થ્યની તપાસ પણ કરવામાં આવી હતી.જેમાં બ્લડ ગ્રુપની તપાસ,TD વેક્શિનેશન વગેરે દ્વારા તપાસ કરાઈ હતી.
આ વેળાએ મહેસાણા તાલુકા પંચાયતનાં પ્રમૂખ ભોગીલાલા પટેલ,આચાર્ય,શિક્ષકગણ,બાળકો,વાલીઓ,ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.





