
વિજાપુર તાલુકાના ગ્રામ્યમાં બટાકા નો પોષણક્ષમ ભાવ મળે તેવી ખેડૂતો ની માંગ

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં મગફળી બટાકા એરંડા જેવા પાકો નું સૌથી વધુ વાવેતર થાય છે જેમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હીરપુરા તેમજ મહાદેવપુરા મહેશ્વર સહિત ના ગામોમાં બટાકાનું તેમજ મગફળી નું સૌથી વાવેતર જોવા મળે છે પરંતુ બટાકા નું વાવેતર કરનાર ખેડૂતો પાસે બટાકા ના ઉત્પાદન માટે કરવામાં આવતો ખર્ચો અને તેનું વળતર પણ નથી મળતું ખેતર માં મહેનત કરીને વેચાણ માટે બટાકા કાઢવા માં આવે છે ત્યારે ભાવ નીચા મળે છે અને લાંબા સમયે કોલ્ડ સ્ટોરેજ માં મૂકવામાં આવે તો કોલ્ડ સ્ટોરેજ નો ભાડુ પણ વેચાણ સમયે નીકળતું નથી જેથી કોલ્ડ સ્ટોરેજ માં બટાકા મૂકવા નું પોષાય તેમ ના હોઈ ઘણી વખત બટાકા સડી ખરાબ થઈ જતા હોવાથી ખેડૂતો ને ઘણું નુકશાન વેઠવા નો વારો આવે છે તેમ અહીના ખેડૂતો જણાવી રહ્યા છે આ અંગે મહાદેવપુરા ગામના ખેડૂત બચુજી પરમારે જણાવ્યું હતુંકે હાલમાં બટાકા ના ભાવો મળતા નથી ગત કરતા આ વખતે બટાકાના 180 થી 200 રૂપિયા સુધીના ભાવો મળે છે પરંતુ આ ભાવે વેચાણ કરવામાં આવેતો ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ નીકળતો નથી જેના ખેડૂતો ને રડવા નો વારો આવે છે સરકારે ખેડૂતો માટે બટાકાના પોષણક્ષમ ભાવ મળે તે માટે વિચારવુ જોઈએ જેથી ખેડૂતે વાવેતર ના સમયે કરેલી મહેનત તેમજ ઉપજ માટે ખર્ચો નીકળે તે ખેડૂતો માટે અત્યંત જરૂરી બન્યું છે





