
ગુરુ હરી હરીપ્રસાદ સ્વામીજીની દિવ્યતા,, પ્રભુતા,સાધુતા અને બૃહદ ભાવને સમગ્ર વિશ્વમાં પ્રસરાવી રહેલા પ્રગટ ગુરુહરી પ્રબોધ જીવન સ્વામીના ચરણોમાં કૃતજ્ઞ ભાવ અર્પણ કરવા હરિપ્રબોધમ સત્સંગ સમાજ અક્ષર પ્રદેશ દ્વારા જંબુસરના આંગણે ગુરુપૂર્ણિમા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાદેશિક સંત શ્રીજી ચરણ સ્વામી, નિરંજન સ્વામી, શાશ્વત સ્વામી, સાધુ સૌરભ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા..
આ પ્રસંગે ગુરુ પુનમ અને ગુરુ જયંતિએ પ્રાણ સમાન છે. આ દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ તે પૂર્ણ થાય છે. ગુરુ એટલે સાચી મા, સંદેશા વાહક , પ્રભુનું મૂર્તિમાન સ્વરૂપ છે. અજ્ઞાનરૂપી અંધકારમય માયાના બંધનમાંથી મુક્ત કરીને જ્ઞાનરૂપી પ્રકાશના પરમપદની પ્રાપ્તિના માર્ગ પર લઈ જાય તે ગુરુ. હરિપ્રસાદ સ્વામીજીએ જીવનકાળ દરમિયાન ભક્તોની યાત્રા પ્રભુ તરફ ચાલે એવા પ્રયત્નો કર્યા છે. આપણી રક્ષા કરી છે, જતન કર્યું, અને સુખિયા કર્યા છે. અને આજે પ્રબોધ સ્વામીમાં રહી કાર્ય કરી રહ્યા છે. આજે ગુરુનો મહિમા ગાવાનો, પ્રાર્થના કરવાનો દિવસ છે. પ્રબોધ સ્વામીજી નું જીવન પડે પળ સ્વામી તરફ છે. તેમને કોઈ વસ્તુ પદાર્થમાં રસ નથી.. તે ભગવાનના આધારે રહે છે અને ભક્તોને પણ ભગવાનના આધારે રહેતા શીખવે છે. તેમ શાશ્વત સ્વામી દ્વારા જણાવ્યું હતું…
નિરંજન સ્વામીએ અક્ષર પુરુષોત્તમ ઉપાસના અંગે પ્રસંગો સહિત વર્ણન કરી સમજાવ્યું હતું. સત્પુરુષ ગુણે કરી પ્રગટ થતા નથી, એ તો અનાદિ ના હોય છે.જ્યારે જ્યારે મહારાજ આ ધરા તલ પર આવે ત્યારે ગુણાતીત લઈને આવે છે.. ભગવાનની મૂર્તિના દર્શન, પરાવાણી, પ્રસાદી મળવું એ સુખ છે. બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામી પ્રબોધ સ્વામીના પ્રસંગોનું નિરૂપણ કર્યું હતું. અને સ્વરૂપનિષ્ઠ ભક્ત બનવા આશિષ પાઠવ્યા હતા. અંતે પ્રબોધ સ્વામીએ વિડીયો દર્શન દ્વારા આશિષ પાઠવી ગુરુ પુનમ નું મહત્વ સમજાવ્યું હતું…
મહોત્સવ પ્રસંગે મંડળ અગ્રણી કિશોરભાઈ જડિયા, મકકનજીભાઈ પટેલ, અક્ષર પ્રદેશ અગ્રણીઓ, કાર્યકર્તાઓ, અગ્રણી અશોકભાઈ ચોકસી, ગોવિંદ મોટા, ઠાકોરભાઈ પટેલ, સહિત ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી ગુરુ પૂજન આશિષ નો લાભ લીધો હતો…..