
વિજાપુર થી મહેસાણા અપડાઉન કરતા મુસાફરોને સાંજે પરત ફરતા બસો નહિ મળતી હોવાની ફરિયાદ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર થી સવારે ધંધા કામ અર્થે મહેસાણા અવર જવર કરતા મુસાફરો ને મોડી સાંજ સુધી બસ નહિ મળતી હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે ખાનગી વાહન ચાલકો તેનો ફાયદો ઉઠાવી મુસાફરો પાસેથી બમણું ભાડુ વસૂલ કરી રહ્યા છે ત્યારે બસ મૂકવામાં આવે તો લોકોને ઘણી રાહત થઈ શકે તેમ છે જેને લઇને કામ અર્થે ગયેલા લોકો ને બસ મળે તેવી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવી અપડાઉન કરતા મુસાફરો માં માંગ ઉઠવા પામી છે આ અંગે જાણવા મળેલ માહિતી મુજબ તાલુકા માંથી અપડાઉન કરતા મુસાફરો ને પરત આવવા માટે મોડી સાંજ સુધી કોઈ બસ મૂકવામાં આવતી નથી જેના કારણે પરત આવવા માટે ઘણી રઝળપાટ કરવી પડે છે તેમ છતાં બસ નહિ મળવાથી ખાનગી વાહનો નો સહારો લેવો પડે છે અને આ ખાનગી વાહન ચાલકો બસ કરતા વધુ ભાડુ મુસાફરો પાસેથી ગાડીમાં ખીચો ખીચ ભરીને વસૂલ કરે છે ખાનગી ચાલકો પણ ટ્રાફીક નિયમન નો ભય રાખ્યા વગર ગાડીમાં કેટલાક ને ગાડીના પાછળ લટકાવી ને નીકળે છે પોલીસ પણ આ તમાસો જોઈ રહે છે પરંતુ કાયદા ના ડર વગર તેઓ પસાર થઈ જાય છે જો બસ સમય પર મૂકવામાં આવે તેવી અવર જવર કરતા મુસાફરો માં માંગ ઉઠી છે