
વિજાપુર વિધાનસભા 26 બેઠક ની થયેલ પેટા ચૂંટણી માં કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલ સીજે ચાવડા ની 53800 મતો ની લીડ સાથે ભવ્ય વિજય
(ગત વિધાનસભા ની ચૂંટણી માં કોંગ્રેસ માંથી 7000 મતો થી જીત્યા હતા જે પેટા ચૂંટણી માં 53800 ની લીડ સાથે ફરી જીત્યા છે સીજે ચાવડા)

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર વિધાનસભા 26 બેઠકની થયેલ પેટા ચૂંટણી માં કોંગ્રેસ માંથી રાજીનામું આપી ભાજપમાં ગયેલ ડો સીજે ચાવડા એ કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલ ને ખુબજ મોટા માર્જીન સાથે હરાવી ને પોતાની બેઠક સાચવી રાખી છે આ અગાઉ વિધાનસભા ની ચૂંટણી માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા. તેમની સામે ઉભેલા ભાજપના રમણલાલ પટેલને પણ 7000 મતો થી મહાત આપી હતી.હાલ માં તેઓ એ પક્ષ બદલી ભાજપમાં ગયા અને પેટા ચૂંટણી લડતા કોંગ્રેસના દિનેશભાઈ પટેલને 53800 મતો પરાજય આપ્યો હતો. ચૂંટણી દરમ્યાન ભાજપ વિરોધી ચાલતા ક્ષત્રીય સમાજનો આંદોલન નડશે એ ચર્ચા ઉપર પણ ડો સીજે ચાવડા ની જીતે પાણી ફેરવી દીધું છે.જોકે તેમના જીત ને લઇ ઇતર કોમ ને પોતાનો નેતા મળી ગયા હોવાનું મોટો એહસાસ થઈ રહ્યો છે.જેની ખુશી વ્યક્ત કરતા શહેરના ખત્રીકુવા તેમજ ટીબી વિસ્તારમાં લોકોએ ઘર માંથી બહાર આવી ફટાકડા ફોડી જીતની ખુશી વ્યક્ત કરી હતી.સરકાર માં રહીને તાલુકા શહેરમાં અધૂરા પડેલ વિકાસ ના કામો કરવાની લોકોને આપેલી હૈયાધરણા હવે પુરી થશે તેવી આશા ઓ સાથે શહેરીજનો અને ગ્રામજનો એ ડો સીજે ચાવડા ના ભવ્ય વિજય ને વધાવ્યો હતો.





