MEHSANAVIJAPUR

“GPBO-2023માં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી (ડાયમંડ સ્પોન્સરર)ના સ્ટોલનું મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું”

“GPBO-2023માં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી (ડાયમંડ સ્પોન્સરર)ના સ્ટોલનું મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું”
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
આજ રોજ મહેસાણા ખાતે સરદારધામ દ્વારા મિશન -૨૦૨૬ અંતર્ગત આર્થિક, ઐતિહાસિક,શૈક્ષણિક અભિયાનના ભાગરૂપે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશનના ઉત્તર ગુજરાત ઝોન દ્વારા આયોજીત મેગા એક્સ્પો-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી (ડાયમંડ સ્પોન્સરર) ના સ્ટોલનું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય અને ઉચ્ચશિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, ઉદ્યોગ, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત, મહેસાણા જિલ્લા સાંસદ સભ્ય શારદાબેન પટેલ, ગુજરાત ભાજપના મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા યુનિવર્સિટીમાં શિક્ષણની સાથે સાથે આરોગ્ય, ટેક્નોલોજી, સ્કિલ ડેવેલોપમેંટ તેમજ રિસર્ચ ક્ષેત્રે થઈ રહેલ કાર્યોને બિરદાવ્યા હતા.
એક્સપોમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સ, થ્રીડી પ્રિન્ટર, AR-VR તેમજ વિવિધ સાંસ્ક્રુતિક ડિઝાઇન રજૂ કરાઈ હતી તેમજ યુનિવર્સિટીની મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથિક, આયુર્વેદિક કોલેજો દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલે પધારેલ સર્વે મહેમાનોનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થકી રાષ્ટ્ર તેમજ સમાજ ઉત્તકર્ષના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહી છે. યુનિવર્સિટી મેડિકલ-પેરામેડિકલ, ટેકનિકલ તેમજ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ ઊભી કરેલ છે.
આ પ્રોગ્રામમાં યુનિવર્સિટીના પ્રોવોસ્ટ, રજીસ્ટ્રાર, સંલગ્ન કોલેજોના પ્રિન્સિપાલશ્રીઓ, ડિનશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને એક્સપો, મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button